કચ્છીઓ બન્યા આત્મનિર્ભર: ઉનાળુ વાવેતરમાં અડધાથી વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું

Contact News Publisher

વિસ્તારની દૃષ્ટિએ કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો છે પણ અહીં ખેતી લાયક જામીનનું પ્રમાણ ઓછું છે તેમજ અન્ય જિલ્લાઓની સરખામણીમાં પિયત એને સિંચાઇની સુવિધાઓ નહીંવત હોવાના કારણે ખેતી મહદઅંશે વરસાદ પર નિર્ભર છે. જો કે કચ્છના ખેડૂતો પોતાની કોઠાસૂઝના કારણે દરેક સીઝનમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો વીજળી અને પાણીના ઘટ વચ્ચે ખેડૂતોએ ઉનાળા વાવેતરમાં ગત વર્ષ કરતાં વધારે વાવેતર કર્યું છે તો સાથે જ ઉનાળાની શરૂઆતથી જ જિલ્લામાં ઘાસચારાની તંગી વચ્ચે ખેડૂતોએ મોટી માત્રામાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે.

કચ્છ જિલ્લામાં પાણીની તંગી વીજ સમસ્યા સહિતના પ્રશ્નોથી ધરતીપુત્રો ઘેરાયેલા છે. તે વચ્ચે પણ ખેડૂતો ખેતીને ટકાવી રાખવા સતત મથી રહ્યા છે. ચોમાસા અને શિયાળા ની તુલના એ કચ્છમાં ઉનાળુ વાવેતર કઠિન રહેતું હોય છે કારણકે તેમાં પાણીની જરૂર વધારે હોય છે અને કચ્છ જેવા સૂકા પ્રદેશમાં આ સીઝન દરમિયાન પાણીની ભારે અછત વર્તાતી હોય છે.

કચ્છમાં છેલ્લા લાંબા સમયથી અપૂરતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન થયા છે. તો જિલ્લામાં આઠ કલાકના બદલે માત્ર છ કલાક સુધીની જ થ્રી ફેઝ વીજળી ખેડૂતોને મળી રહી છે. આવી સમસ્યાઓ વચ્ચે પણ ખેડૂતોએ નોંધપાત્ર ઉનાળુ વાવેતર કર્યું છે. ઉનાળામાં બાજરી, શાકભાજી અને ઘાસચારા ઉપરાંત મગ, મગફળી, તલ, ગોવાર સહિતના પાકોની વાવની કરવામાં આવે છે.

8 thoughts on “કચ્છીઓ બન્યા આત્મનિર્ભર: ઉનાળુ વાવેતરમાં અડધાથી વધારે વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કર્યું

  1. Pingback: browse this site
  2. Pingback: lsm99live.com
  3. Pingback: Pragmatic Play
  4. Pingback: payday loan
  5. Pingback: go x waikiki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *