એલાયન્સ એરની ઓનલાઈન બુકિંગ સેવા જનરેટ ન થતા પ્રવાસીઓને હાલાકી

Contact News Publisher

ભુજ-મુંબઈ વચ્ચે એલાયન્સ એરની સેવા કાર્યરત કરાતા ઓનલાઈન ટિકીટ બુકીંગ માટે વેબસાઈટ લોન્ચ કરાઈ પરંતુ છેલ્લા પાંચ દિવસાથી ઓનલાઈન ટિકીટ બુકીંગ નાથી થતી અને જો થાય તો રીફંડનો મેસેજ મળતા હાલે વેકેશનના દિવસોમાં પ્રવાસીઓ હાલાકી વેઠી રહ્યા છે.

આ અંગે વિગતો મુજબ ભુજ-મુંબઈ વચ્ચે એ ર ઈન્ડિયાની વિમાની સેવા કાર્યરત હતી પરંતુ એર ઈન્ડિયાનું ખાનગીકરણ થયા પછી બુકીંગની પધૃધતિમાં ફેરફાર થયા છે. અત્યાર સુાધી સુાધી પ્રવાસીઓ એર ઈન્ડિયાના વિમાનમાં બુકીંગ કરી પ્રવાસ કરતા હતા અને હવે ખાનગીકરણ થયા બાદ એલાયન્સ એરની નવી વેબ સાઈટ લોંચ તો કરાઈ પરંતુ જનરેટ ન થતા છેલ્લા પાંચ દિવસાથી પ્રવાસીઓને હવાઈ મુસાફરી માટે બુકીંગ કરાવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ બાબતે એરપોર્ટના સુત્રોના જણાવ્યા પ્રમાણે એલાયન્સ એર વિમાનમાં બુકીંગ થતું નાથી અને થાય તો પ્રવાસીને રીફંડનો મેસેજ આવે છે ઉપરાંત ભુજ એરપોર્ટ ખાતે સવારે ૬થી બપોરે બાર એક વાગ્યા સુાધી જ ટિકીટ બુકીંગ થાય છે. આવામાં જો મોડેાથી ફલાઈટનું બુકીંગ કરાવવું હોય તો ક્યાં જવું એવો પ્રશ્ન પ્રવાસીઓમાં છે.

અત્રે ઉલ્લેખનિય છે ભુજના વિમાની માથકનું બિલ્ડીંગ નવું બની ગયું પરંતુ જિલ્લા માથક ભુજાથી એકમાત્ર ભુજ-મુંબઈ વચ્ચેની હવાઈ સેવા એમાં પણ નાનું પ્લેન હોતા ભુજ એરપોર્ટ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. પુરતો ટ્રાફિક મળતો હોવા છતાં સપ્તાહમાં ચાર દિવસની માત્ર સેવા ઉપલબૃધ હોઈ ભુજ સ્ટેશનના સતત અવહેલનાના પગલે એરપોર્ટ ઓાથોરીટી પણ ખોટમાં જઈ રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જિલ્લા માથકાથી વિમાની સેવા વાધારાય તો સ્ટેશન અંદર ખાણી-પીણી સહિત કેન્ટીનો શરૃ થાય તો ભાડા રૃપે ઓાથોરીટીને આવક પણ શરૃ થાય એવું સૂત્રો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *