કચ્છમાંથી ડ્રગ્સ ઘૂસાડવા કોઈ નવી મોડસ ઓપરેન્ડી ?

Contact News Publisher

પરમ દિવસ સાંજથી ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે શહેરની ભાગોળે આવેલા એક ખાનગી સી.એફ.એસ.માં 18 કન્ટેનરોની તપાસ હાથ ધરી છે. જીપ્સમ પાઉડર સાથે હેરોઈન આવ્યાની વાત ચર્ચાય છે. અલબત્ત હજુ સુધી માલ મળ્યાની કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી. બીજી તરફ કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આયાત થયેલા મરીના જથ્થા પૈકી કેટલોક જથ્થો ગુમ જણાતાં ડીઆરઆઈના ઉચ્ચાધિકારી તપાસમાં આવ્યાનું જાણવા મળે છે. સૂત્રોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે જુદા જુદા માલની આયાત કરી તેમાંથી સંભવત: ડ્રગ્સ કાઢી લઈ, માલને અહીં જ છોડી દેવાની કોઈ નવી મોડસ ઓપરેન્ડી હોઈ શકે. મુંદરામાંથી અધધધ 2પ હજાર કરોડનું હેરોઈન મળવું, પશ્ચિમ કચ્છના સાગરકાંઠે લાંબા સમયથી ચરસના બિનવારસુ પેકેટ મળવા અને હવે ગાંધીધામના ખાનગી એસ.ઈ.ઝેડ.માં છ મહિનાથી પડયા રહેલા જથ્થામાં હેરોઈન હોવાની બાતમીથી એજન્સીઓ દોડી રહી છે. તેવામાં આયાતી કાળાં મરીનો મામલો ગરમાતાં ચકચાર પ્રસરી છે. ડીઆરઆઈના એડીજી સમીર બજાજ પણ અહીં દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે. એ. વી. જોશી સી. એફ. એસ.માં હજુ તપાસ ચાલી રહી છે અને હેરોઈન છે કે નહીં ? છે તો કેટલો જથ્થો છે ? વગેરે સવાલોના કોઈ જવાબ હજુ ડીઆરઆઈ તરફથી સત્તાવાર રીતે મળ્યા નથી.

છ મહિનાથી કન્ટેનર અહીં જ પડયાં છે ત્યારે ડ્રગ્સ મગાવનારે એ માલ કાઢી તો નથી લીધોને એ સવાલ પણ ખડો થયો છે.’અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આમ તો કાળાં મરીની આયાત પ્રતિબંધિત છે, પરંતુ ભારતીય મસાલા ઉત્પાદકોને નુકસાન ન થાય તે માટે મોંઘા ભાવના એટલે કે રૂા. પ00ના કિલો કે તેથી વધુ કિંમતના કાળાં મરી આયાત થઈ શકે છે અને તે પણ પુન: નિકાસની ગેરંટી સાથે. જો આયાતી કાળાં મરી ભારતીય બજારમાં વેચવા જાવ તો 8પ ટકા ડયુટી લાગે છે. અહીંના એસ.ઈ.ઝેડ.માં દિલ્હીની કોઈ પેઢીએ રૂા. 3 કરોડનો અંદાજે પપ ટન કાળાં મરીનો જથ્થો આયાત કર્યો હતો.

આ જથ્થો ઝોનના એક વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો. જેમાંથી 25 કિલોની એક એવી પ00 બોરી ગુમ થઈ હોવાનું જણાતાં પ્રશાસન ચોંકી ઊઠયું છે. નશીલા દ્રવ્યો દેશમાં ઘૂસાડતી સિન્ડીકેટ આ પ્રકારના વિકલ્પો પ્રયોગ સ્વરૂપે વિચારતી હોય અને કોઈ પણ માલની આડમાં ડ્રગ્સ મગાવી, તે કાઢી લઈને એજન્સીઓને દોડાવતી હોય તેવી આશંકા ઊભી થતાં એજન્સીઓ સતર્ક બની છે. અત્યાધુનિક સ્કેનરો, સ્નીફર ડોગ, નિષ્ણાત અને સિનિયર અધિકારીઓ કચ્છમાં નહીં હોવાનો લાભ તો આ સિન્ડીકેટ નહીં લેતી હોય ને તેવો પ્રશ્ન ઊઠી રહ્યો છે.

10 thoughts on “કચ્છમાંથી ડ્રગ્સ ઘૂસાડવા કોઈ નવી મોડસ ઓપરેન્ડી ?

  1. Pingback: site
  2. Pingback: information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *