લગ્ન સમારંભો શરૂ:ધંધાર્થીઓને કમાણીમાં બે મહિનામાં બે વર્ષનું સાટું વાળી લેવાની આશા

Contact News Publisher

ગત બે વર્ષ દરમિયાન કોરોના મહામારીની તબક્કાવાર ત્રણ લહેર આવતા વેવિશાળ, લગ્ન કે ધાર્મિક ઉજવણી કરવામાં તો આવી, પણ સંયમ સાથે. ક્યાંક નિયત સંખ્યા તો ક્યાંક આર્થિક સંકડામણ કારણભૂત રહી. હવે જ્યારે બધી જ માર્કેટ ખુલ્લી છે, વેપાર ધંધા નિયમિત થયા છે, આવકનો સ્ત્રોત વધ્યો તેને કારણે આર્થિક સ્થિરતા આવતા લોકોના મન ખુલ્યા છે.
પ્રસંગો ઉમંગથી ઉજવવા પ્રેરિત થયા છે. તો બીજી તરફ ચૈત્ર અને વૈશાખ માસમાં ધાર્મિક પ્રસંગો પણ ખૂબ ઉજવવામાં આવી રહ્યા છે.

ત્રણ વર્ષથી કાર્યક્રમો નહોતા થતાં તે હવે ધામધૂમથી ઉજવવામાં આવે છે. લગ્ન સીઝન શરૂ થતાં અનેક વેપારમાં તેજી દેખાઈ છે, તેને કારણે અન્ય વર્ગ પર પણ સારી અસર દેખાવા માંડી છે. આ બધા ક્ષેત્રના વ્યવસાયીઓ સાથે વાતચીત કરતા એટલો નિષ્કર્ષ ચોક્કસ નીકળે છે કે, ધંધાર્થીઓને બે મહિનામાં બે વર્ષનું સાટું વાળી લેવાની આશા ઊભી થઈ છે.

એક સમયે પરંપરાગત લગ્નો ઉજવાતા. જેમાં, સાડી, કોટ, દાગીના ખરીદી અને મહેંદી મૂકવી, લગ્ન વાડી ભાડે રાખવી, જાન જતી હોય તો બસ કે કાર ભાડે કરવી. જ્યારે આજે હવે નિમ્ન મધ્યમથી શ્રીમંત વર્ગ સુધી કઈક નવું કરવાનો ક્રેઝ વધ્યો છે. લગ્ન સમારંભ એક ઇવેન્ટ બન્યો છે. નેઇલ પેન્ટથી લઈને હેર સ્ટાઈલ, અને હલદી રસમ સુધી વૈવિધ્ય ઉમેરાયું છે. તો વાડીને બદલે પાર્ટી પ્લોટ પર ભવ્ય સેટ ઊભા કરવામાં આવે છે. આવા બધા કારણસર ખર્ચ પણ દોઢથી બમણા થઈ ગયો છે. તેમાં પણ શ્રીમંત વર્ગમાં અન્યથી વધુ આકર્ષક કરવાની હોડ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *