ખીરઇ પાસે પૌત્રએ કાબુ ગુમાવતાં કાર પલટી, દાદીનું મોત,માતા-પિતા અને પોતે ઇજાગ્રસ્ત

Contact News Publisher

વાગડના અકસ્માત ઝોન બની ગયેલા માર્ગો પર 4 અકસ્માતની ઘટનામાં બે માનવ જીંદગી પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું, તો 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેમાં રાપરના ખીરઇ પાસે કાર પલટી મારી ગઇ હતી જેમાં દાદીનું મોત નિપજ્યું હતું તો માતા-પિતા અને પોતે ઇજાગ્રસ્ત થયા હતા. તો આડેસર ચેકપોસ્ટ પાસે ટેન્કર આગળ જતા ટ્રેઇલરમાં અથડાતાં ટેન્કરમા઼ સવાર એક યુવાનનું મોત નિપજ્યું હતું, બે ઘાયલ થયા હતા.

રાજકોટ રહેતા 51 વર્ષીય અનિલભાઇ જયંતિભાઇ જેઠવા (મોચી)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પરિવારની કાર ગત સવારે રાપર તાલુકાના ખીરઇ પાસે પલટી મારી જતાં કારમાં સવાર તેમના 72 વર્ષીય માતા દમયંતીબેન જયંતિભાઇ જેઠવાને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું, તો ફરિયાદી અનિલભાઇ, તેમના પત્ની અને કાર ચલાવી રહેલા તેમના પુત્રને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેમની ફરિયાદ પરથી પોલીસે કાર ચલાવી રહેલા તેમના પુત્ર રાજ અનિલભાઇ જેઠવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
આડેસર ચેકપોસ્ટ પાસે ગત મધરાત્રે સર્જાયેલા અકસ્માતમાં આગળ જઇ રહેલા ટ્રેઇલરમાં પાછળ આવી રહેલું ટેન્કર અથડાતાં ટેન્કરમાં સવાર બાડમેરના શ્રવણ કેસારામ જાટનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો જાનારામ લખારામ અને જીજારામ સાવલારામ જાટ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ જાણવા જોગ ફરિયાદ થઈ છે મરી જનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી કાર્યવાહી થશે તેમ આડેસર પોલીસે જણાવ્યું હતું.

સામખયારીથી ગાંધીધામ તરફના નેશનલ હાઈવે પરના વોંધ ગામ પાસે મોડી રાત્રીના બનેલા બનાવમાં આગળ જઈ રહેલા કન્ટેનર ટ્રેઇલરમાં પાછળથી ટેન્કર અથડાતાં અકસ્માત સર્જાયા બાદ આગ ભભૂકી ઉઠી હતી. જે.આર નેશનલ હાઈવે રોડ પેટ્રોલિંગ ટીમ અને ખાનગી કંપનીના ફાયર ફાઈટર ટીમ વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અકસ્માતના બનાવમાં ટેન્કરના ચાલકને ઇજાઓ પહોંચતા નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

1 thought on “ખીરઇ પાસે પૌત્રએ કાબુ ગુમાવતાં કાર પલટી, દાદીનું મોત,માતા-પિતા અને પોતે ઇજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *