કચ્છમાં માથું ફાડી નાખતી ગરમી અને લુ લાગવાથી એપ્રિલમાં જ 108 ને મળ્યા 728 ઈમરજન્સી કેસ

Contact News Publisher

કાળઝાળ ગરમીના કારણે કચ્છ જિલ્લો અગનભઠ્ઠી બની ગયો છે અને બપોરે 12 થી 5 દરમ્યાન બહાર નીકળવું પણ કઠિન બની ગયું છે તેવામાં અંગદઝાડતી ગરમી અને આકાશમાથી વરસતી લુ ના કારણે માત્ર એપ્રિલ મહિનામાં જ ગરમીના લક્ષણો ધરાવતા ઈમરજન્સી કેસોમાં 17 ટકાનો વધારો થવા પામ્યો હોવાની વિગતો સામે આવી છે.

108 ઈમરજન્સી દ્વારા એપ્રિલ મહિનામાં કુલ 4242 ઈમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા છે,જેમાં ગરમીના લક્ષણો ધરાવતા કુલ 728 કેસનો સમાવેશ થાય છે જેમાં ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તુલનામાં 17 ટકાનો વધારો નોંધાયો છે.એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં પણ લોકોના જીવની રક્ષા કરવા માટે 108 ના ઇએમટી અને પાયલોટ સતત દોડતા રહ્યા છે જે પણ મહત્વની બાબત છે.

ગરમીના લક્ષણોની જો વાત કરીએ તો અસહ્ય ઉકળાટ અને તડકામાં બહાર નીકળવાના કારણે દ્રિચકી વાહનથી જતી વખતે તાપના કારણે પડી જવું,બેભાન થઈ જવું,ચક્કર આવવા જેવી સમસ્યાઓ ઉદભવે છે. જ્યારે વાસી ખોરાક આરોગવાના કારણે પેટના દુખાવો,શ્વાસોશ્વાસની તકલીફ,ઝાડા- ઉલ્ટી,હદયની તકલીફ લક્ષણો જોવા મળે છે.
તેવું જણાવી 108 ઈમરજન્સીના જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર બળદેવ રબારીએ કચ્છવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે,શક્ય હોય તો બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળે અને પાણીની સાથે વધુ પડતા પ્રવાહીનું સેવન કરવામાં આવે તેમજ જરૂર જણાય તો વિના સંકોચે 108 માં કોલ કરી નજીકના દવાખાને સારવાર લેવા માટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *