ચોપડવા નજીક સર્વિસ રોડ પર 10 લાખના ખર્ચે બનેલું પિકઅપ બસ સ્ટેન્ડ ગાયબ

Contact News Publisher

ઘરફોડ ચોરી,બાઇક ચોરી સહિતની તસ્કરીની ઘટનાઓ તો લોકોએ સાંભળી જ હશે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે આખું બસ સ્ટોપ ચોરાઈ જાય,ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવું બન્યું છે.હરામખોરો પ્રજાના ટેક્ષના 10 લાખમાંથી બનાવેલું બસસ્ટોપ તોડી મલબો લઈ ગયા હોવાનું જણાવી કોંગ્રેસે આ કેસમાં સરકારી સંપત્તિની ચોરીની ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે.

ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ શિવરાજસિંહ જાડેજા પાસે ચોપડવાના ગ્રામજનોએ લેખિત અને મૌખિક રજુઆત કરતા તાલુકા કોંગ્રેસની ટીમ દ્વારા જાત તપાસ કરવામાં આવી હતી,જેમાં નેશનલ હાઈવે 8 A ગાંધીધામ થી ભચાઉ આવતા ઈન્ડો બ્રાઈન સોલ્ટ ફેકટરીની બાજુમાં આવેલું ચોપડવા, લુણવા તરફના પ્રવાસીઓ માટેનું અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણાધિન પિકઅપ બસસ્ટેન્ડની ઉંઠાતરી થઈ ગયાનું જણાઈ આવ્યું છે.

સરકારી સંપત્તિનો બેફામ દુરુપયોગ નવી બાબત નથી છતાં પણ આવી રીતે લોકોના કરવેરાના ધનથી અંદાજે આઠથી દશ લાખના ખર્ચે બનેલા જાહેર બાંધકામને તોડીને ઉપાડી જવું એ કાયદા માટે પડકાર જનક છે.લોકો વર્તમાનમાં ગરમીથી ત્રસ્ત છે ત્યારે બપોરના સમયે આ વિસ્તારમાં જતા આવતા અત્યંત ગરીબ અને બિમાર લોકો માટે એકદમ રાહત સમાન આ પિક અપ બસસ્ટેન્ડનું ગાયબ થવું આફત સમાન છે.લોકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે.
ગામડાઓમાંથી ભચાઉ, ગાંધીધામ તેમજ અન્ય જગ્યાએ અવર જવર માટે આવતા જતા લોકો માટે આ પિક અપ આશિર્વાદ સમાન હતું.આ આખાય સ્ટેશનમાં વપરાયેલા લોખંડ, ઈટો,પથ્થર,ટાઈલ્સ, માર્બલ પથ્થરને કોણ ચોરી ગયેલ છે એ રહસ્યની બાબત છે.આ બાબતે આસપાસના ગામોમાં પણ કુતુહલ ફેલાયેલું છે.આ બાબતે કલેકટરને પત્ર લખી રજુઆત કરાઈ હોવાનું મહામંત્રી મનજીભાઇ રાઠોડે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *