જુવારના પાકની આડમાં પોલીસે 500 જેટલા ગાંજાના છોડ ઉગાડનાર વૃદ્ધને ઝડપી પાડ્યો

Contact News Publisher

કચ્છમાં અવાર નવાર ગાંજા જેવા માદક પદાર્થ વેંચતા ઈસમો પોલીસના હાથેઝડપાય છે. પણ આ વખતે તો પોલીસે ગાંજો ઉગાડનાર વૃદ્ધને જ દબોચી લીધો છે. પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામની વાડીમાં જુવારના વાવેતર વચ્ચે ઉગાડેલા ગાંજાના લગભગ 500 જેટલા છોડ જપ્ત કર્યા હતા. તો સાથે જ 62 વર્ષીય વાડી માલિકની પણ ધરપકડ કરી હતી.

બુધવારે સવારે પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને (એસ.ઓ.જી.) ગુપ્ત રાહે સચોટ બાતમી મળી હતી કે મુન્દ્રા તાલુકાના ગજોડ ગામથી મોટી તુંબડી જતા માર્ગે મોટી તુંબડી પાસે આવેલી એક વાડીમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમી મળતા જ એસઓજીના કર્મચારીઓએ પંચનામું દાખલ કરી સ્થળ પર પહોંચ્યા હતા.

વાડી પર પહોંચતા જ તેનો માલિક નીરુભા ઉર્ફે નિર્મલસિંહ ધીરુભા જાડેજા સ્થળ પર જ હાજર મળી આવ્યો હતો. અને તપાસ મુદ્દે જણાવતા તેણે વાડીની તપાસ કરવા માટે સ્વખુશી પણ દર્શાવી હતી. મળતી હકીકત મુજબ વાડીમાં પ્રવેશ કરતા જ કતારબંધ નાળિયેરના ઝાડ હતા. જેની પાછળ એક મકાન બહાર જાંબુના ઝાડ પાછળ જુવારનું વાવેતર કરેલું હતું. તો ધોરિયા પાછળ પૂર્વ અને પશ્ચિમ તરફ બે સમાંતર ખરા બનાવેલા હતા. જેમાં અંદરના ભાગે છૂટક છૂટક ભેજવાળી માટીમાં નાની-મોટી ઊંચાઈવાળા લીલા પાંદડા ટટ્ટાર અને શાખીત છોડ મળી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News