જખૌના ડ્રગ્સમાં કાંડમાં અફઘાની અને દિલ્હીનો યુવક 12 દિવસના રિમાન્ડ પર

Contact News Publisher

જખૌના દરિયામાંથી અલ-હજ નામની બોટમાં 280 કરોડના ડ્રગ્સમાં ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ડ્રગ્સનો જથ્થો ડીલેવરી આપવા આવેલા નવા પાકિસ્તાની તો પકડાયા પણ સાથે સાથે ડિલિવરી લેનારા દિલ્હીમાંથી પણ બે શખ્સોને ઉઠાવી ભુજ કોર્ટમાં રજુ કર્યા હતા. અફઘાનિસ્તાન અને દિલ્હીના શખ્સના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

ભારતીય સમુદ્રની જળસીમાએ એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અલ-હજ નામની બોટ માંથી ૯ પાકિસ્તાની ખલાસીઓની ૨૮૦ કરોડના ડ્રગ્સાના જથ્થા સાથે પકડી લીધી છે. મિસ્ટર કાલી અને મિસ્ટર મોહમ્મદ નામના કોડવર્ડ થી આ જથ્થો મધદરિયે જ ડિલિવરી આપવાનો હતો. આ જથ્થો દિલ્હીના શખ્સોને ડિલિવરી થવાનો હોવાની વાત સામે આવતા જ એટીએસની ટીમ દિલ્હી રવાના થઈ હતી.​​એટીએસની ટુકડીએ અવતારસિંગ ઉર્ફે સન્ની કુલદીપસીંઘ સંધુ (ઉ.વ.૨૮, રહે. નવી દિલ્હી) અને અબ્દુલ રાબ અબ્દુલ ખાલેક કાકડ (મૂળ કન્હાર અફઘાનિસ્તાન, હાલ નવી દિલ્હી) વાળાને દબોચી લઇ ભુજની એનડીપીએસ કોર્ટમાં રજુ કર્યા હતા. બીજી તરફ દિલ્હીની ટીમે પણ રાજી હૈદર અમાનતઅલી ઝૈદી (રહે દિલ્હી) અને ઇમરાન મહંમદ આમિર (રહે. મુઝફરનગર યુપી)ની અટકાયત કરી લીધી છે.

​​​​​​​એટીએસે અફઘાનિસ્તાન અને દિલ્હીના શખ્સને ભુજની એનડીપીએસ કોર્ટમાં રજૂ કરતા જજ સી.એમ. પવારે બંનેના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આઠ પાકિસ્તાની નવ દિવસના રિમાન્ડ પર છે ત્યારે એટીએસની ટીમે જથ્થો સ્વીકારવા માટે દિલ્હીમાંથી અફઘાનિસ્તાન અને દિલ્હીના શખ્સને દબોચી લઇ મોટી સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *