કોડકી રોડ પર ગૌવંશ લઇ જતો ગાંધીનગરીનો શખ્સ પકડાયો

Contact News Publisher

શહેરના કોડકી રોડ રેલવે ફાટકથી છોટાહાથી વાહનમાં અેક શખ્સ વાછરડાને લઇ જવાની બાતમી આધારે એલસીબીએ એક વાહનને રોકાવી ચેક કરતા વાછરડો લઇ જતો હોવાનું ધ્યાને આવ્યું હતું. વાછરડા અંગે કોઇ આધાર-પુરાવા ન મળતા તેની સામે ગુનો દર્જ કરી વાછરડાને પાંજરાપોળના હવાલે કર્યો હતો.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટુકડીએ બાતમી મળી હતી કે કોડકી રોડ ફાટક પાસેથી વાછરડાને લઇને એક શખ્સ ભુજ તરફ જઇ રહ્યો છે જેથી પોલીસે એક છોટા હાથીને ઉભો રખાવ્યો હતો જેમાં વાછરડો મળી આવ્યો હતો. રફીક અમીનભાઇ ચાકી (રહે. ગાંધીનગરી,ભુજ)વાળા પાસેથી વાછરડા અંગે કોઇ આધાર-પુરાવા કે કાંઇ યોગ્ય જવાબ ન મળતા તેની અટક કરવામાં આવી હતી.

પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવા અધિનિયમ તળે રફીક ચાકી, મજીદ બકાલી અને ઇમરાન સમા (રહે. ત્રણેય ભુજ)વાળા સામે ગુનો નોંધી મજીદ અને ઇમરાનને શોધવા ચક્રોગતીમાન કર્યા હતા. પોલીસે વાછરડાને પાંજરાપોળના હવાલે કરી છોટહાથી કિંમત 50 હજાર અને એક મોબાઇલ કિંમત 5 હજાર મળી કુલ 55 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

1 thought on “કોડકી રોડ પર ગૌવંશ લઇ જતો ગાંધીનગરીનો શખ્સ પકડાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News