ભુજના દેશલસર તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

Contact News Publisher

ભુજના દેશલસર તળાવમાં અજાણ્યા પુરૂષની લાશ તરી આવતા લોકોનું ટોળું એકઠું થયું હતું. જે બાદ તળાવમાંથી લાશ બહાર કાઢવા માટે ફાયર વિભાગની ઘટના સ્થળે ધસી ગયી હતી અને મહા જહેમત બાદ અજાણ્યા પુરુષનો મૃતદેહ બહાર કાઢયો હતો.

આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારના અરસામાં રાહદારીઓને દેશલસર તળાવમાં તરતી અજાણ્યા પુરૂષની લાશ નજરે પડતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરાઇ હતી જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત લઈ તળાવની ગ્રીલ તોડી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક પુરુષની ઓળખ મેળવવા તેમજ મૃતક પુરુષની આત્મહત્યા છે કે હત્યા તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *