લોન આપનારા ડિજિટલ પ્લેટફોર્મ માટે સખત નિયમો આવશે

Contact News Publisher

રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંત દાસે એમ કહ્યું છે કે, દેશમાં ધમધમી રહેલા ડિજિટલ લોન પ્લેટફોર્મ માટે ટૂંક સમયમાં જ સખ્ત નિયમો બહાર પાડવામાં આવશે. એમણે સૌથી મોટું કારણ એવું આપ્યું છે કે, આ પ્રકારના ડિજિટલ પ્લેટફોર્મમાં અનેક અનઅધિકૃત એપ્લિકેશનો છે.રિઝર્વ બેન્કને એવી ફરિયાદો મળી છે કે, ડિજિટલ લોન એપ્લિકેશનના કેટલાક ઓપરેટરો દ્રારા કરજ લેનારા લોકોના ઉત્પીડન અને સતામણી કરવામાં આવે છે અને કરજદારો આત્મહત્યા પણ કરી રહ્યા છે અને આવા બનાવો હવે વધી રહ્યા છે.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નાણા મંત્રાલય દ્રારા આયોજિત એક સમારોહને સંબોધન કરતી વખતે ગવર્નર દાસએ કહ્યું હતું કે, ડિજિટલ પ્લેટફોર્મને નિયંત્રિત કરવા માટે ટૂંક સમયમાં જ વ્યાપક નિયમોના માળખાને જાહેર કરવામાં આવશે. આ નિયમો ડિજિટલ પ્લેટફોર્મ મારફત કરજ દેવા સંબંધિત હશે. આ ક્ષેત્રમાં જે પડકારો આવી રહ્યા છે તેનો સામનો કરવા માટે નવા નિયમો સખ્ત રીતે અમલમાં લાવવા પડશે. એમણે કહ્યું કે, આ પ્રકારના પ્લેટફોર્મમાં અનેક ગેરકાયદેસર અને રજિસ્ટર થયા વગર એપ્લિકેશન ચાલી રહ્યા છે જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. આવી એપ્લિકેશન દ્રારા જે કરજદારો છેતરાયા હોય અથવા બીજી કોઈ તકલીફ પડતી હોય તો તેમણે તુરતં જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

ગવર્નર દાસે એવી ચોખવટ કરી હતી કે, રિઝર્વ બેન્ક દ્રારા રજિસ્ટર્ડ થયેલી સંસ્થાઓની વિરૂધ્ધમાં જ કાર્યવાહી કરવામાં આવશે. અનેક રાયોમાં પોલીસે નિયમો મુજબ ખોટા કામ કરનાર લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરી છે અને હવે રિઝર્વ બેન્ક દ્રારા સખ્ત નિયમો આવી રહ્યા છે ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ જે લોન આપી રહ્યા છે તેના માટે ગાળિયો મજબૂત બનાવવામાં આવશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *