મહારાષ્ટ્ર્રમાં કોરોના બેફામ: એક દિવસમાં ૨૮૦૦ કેસ, એકનું મૃત્યુ

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં અનેક રાયોમાં કોરોના વાયરસ મહામારીના કેસમાં વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે પરંતુ મહારાષ્ટ્ર્રમાં ચિંતાજનક સ્થિતિ હજુ પણ બની રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૮૦૦થી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે અને એક દર્દીનું મૃત્યુ પણ થઈ ગયું છે.

એ જ રીતે દિલ્હીમાં ૬૩૦થી વધુ નવા કેસ બહાર આવ્યા છે અને અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર્રમાં સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. મુંબઈમાં પણ સંક્રમણ ખુબ જ ફેલાઈ રહ્યું છે અને પાછલા ૨૪ કલાકમાં મુંબઈમાં ૧૭૦૦થી વધુ નવા કેસ બહાર આવ્યા છે.દિલ્હી અને મહારાષ્ટ્ર્રમાં હોસ્પિટલોમાં નવેસરથી કોરોના વાયરસના દર્દીઓ માટે વોર્ડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે અને કેટલાક લોકોની સારવાર ઘરે કરવામાં આવી રહી છે. દિલ્હીમાં સંક્રમણથી બે લોકોના મૃત્યુ થઈ ગયા છે. એક દિવસ પહેલાં દિલ્હીમાં ૫૭૦ જેટલા નવા કેસ બહાર આવ્યા હતા પરંતુ પાછલા ૨૪ કલાકમાં કેસમાં ભયંકર વધારો થયો છે.

દિલ્હીમાં કોરોના વાયરસનો શિકાર થયેલા દર્દીઓ માટે ૯૬૩૦ બેડ અલગથી રાખવામાં આવ્યા છે જેમાંથી ૮૫ બેડ ભરાઈ ગયા છે. દરમિયાનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિ નેતા મનિષ તિવારી કોરોના પોઝિટિવ જાહેર થયા છે અને આઈસોલેટ થઈ ગયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *