રાષ્ટ્ર્રપતિની ચૂંટણીને લઈ વિપક્ષી દળો સાથે વાત કરશે નડ્ડા અને રાજનાથ

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપે રાષ્ટ્ર્રપતિની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું શ કરી દીધું છે. પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ને એનડીએ અને યૂપીએ ના તમામ પક્ષો સાથે વિચાર વિમર્શ કરવા માટે અધિકૃત કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્ર્રીય મહાસચિવ અણ સિંહ દ્રારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આગામી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ચર્ચા માટે અધિકૃત કર્યા છે. તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના તમામ ઘટક પક્ષો તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટૂંક સમયમાં પરામર્શની પ્રક્રિયા શરૂ કરશે.

વર્તમાન રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪ જુલાઈએ સમા થઈ રહ્યો છે. ચૂંટણી પચં દ્રારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, જો રાષ્ટ્ર્રપતિ પદ માટે એકથી વધુ વ્યકિતઓએ નામાંકન કયુ હોય, તો નવા રાષ્ટ્ર્રપતિ માટે ૧૮ જુલાઈએ મતદાન થશે અને મતગણતરી ૨૧ જુલાઈએ થશે. આ ચૂંટણીમાં ૪,૮૦૯ મતદારો હશે, જેમાંથી ૭૭૬ સાંસદ અને ૪,૦૩૩ ધારાસભ્યો હશે. જેમાં રાયસભાના ૨૨૩ અને લોકસભાના ૫૪૩ સભ્યોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્ર્રપતિની ચૂંટણીને લઈને ભાજપે ઘેરાબંધી શ કરી દીધી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધન પાસે હાલમાં રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં લગભગ ૨૩ ટકા વોટ છે, યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ ૪૯ ટકા વોટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૫ જૂન પછી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્ર્રપતિ અને ઉપ રાષ્ટ્ર્રપતિ બંને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. તે પહેલા પાર્ટીએ રણનીતિ બનાવવાનું શ કરી દીધું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *