બે ચીની નાગરિકો ભારતમાં ઘુસીને 15 દિવસ સુધી નોઈડામાં રહ્યા

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળ બોર્ડરના રસ્તેથી ભારતમાં ગેરકાયદેસર રીતે બે ચીની નાગરિકો ઘૂસી ગયા હતા અને આ બન્ને 15 દિવસ સુધી નોઈડામાં રોકાયા હતા અને આરામથી ગમે ત્યાં ફરી રહ્યા હતા તેવો ધડાકો થયો છે. સુરક્ષા એજન્સી અથવા પોલીસને આ પ્રકારની કંઈ ખબર જ ન હતી.શનિવારે નેપાળ બોર્ડરના રસ્તે આ બન્ને ચીની નાગરિકો પાછા જઈ રહ્યા હતા ત્યારે બન્નેને પકડી લેવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આ બારામાં હવે નોઈડા પોલીસે તપાસ શ કરી છે. નોઈડામાં બન્ને ચીની નાગરિકો કયાં રોકાયા હતા અને શું કામ અહીં આવ્યા હતા અને કયા લોકોના સંપર્કમાં હતા ? તેની તપાસ શ કરવામાં આવી છે.
એવી હકિકત પણ બહાર આવી છે કે, બન્ને ચીની નાગરિકો પ્રથમ ચીનથી થાઈલેન્ડ પહોંચ્યા હતા અને ત્યારબાદ નેપાળમાં કાઠમંડુ ગયા હતા અને ત્યાંથી સાઈકલ પર સવાર થઈને નેપાળ બોર્ડર પર આવ્યા હતા અને 24મી મેના રોજ બન્ને ચીની નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી ગયા હતા.

ભારતમાં દાખલ થયા બાદ એમણે એક કાર પણ ભાડે લીધી હતી અને ત્યાંથી નોઈડામાં રહેતા પોતાના એક મિત્ર પાસે ગયા હતા અને ત્યારબાદ બન્ને લોકો 15 દિવસ સુધી નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં ફયર્િ હતા. ત્યારબાદ શનિવારે ફરીવાર આ બન્ને ચીની નાગરિકો ભાડે લીધેલી કાર દ્વારા નેપાળ બોર્ડર પર ગયા હતા અને કાર પાછી આપ્યા બાદ પગપાળા બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે બન્નેને પકડી લેવામાં આવ્યા હતા. બન્ને પાસેથી ભારતીય વીઝા મળ્યા નથી. એમની પાસેથી ભારતમાં જ ખરીદવામાં આવેલા કેટલાક સીમકાર્ડ પણ મળી આવ્યા છે.
પકડાયેલા બન્ને નાગરિકોની ઓળખ 30 વર્ષિય લૂ લેન્ગ અને 32 વર્ષના યુ હેલેન્ગના પમાં થઈ છે. બન્નેને બિહાર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બાજુ નોઈડા પોલીસ દ્વારા પણ તપાસ શ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *