મહેમૂદ બેગડાએ તોડેલા શિખર પર PM મોદીએ કર્યું ધજારોહણ, કહ્યું-‘સદીઓ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે’

Contact News Publisher

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં મહેમૂદ બેગડાએ મહાકાળી માતાના મંદિર પર આક્રમણ કરી તેના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.

જગતજનનીનાં દર્શન કરીને વિકાસનાં કાર્યોનું લોકાર્પણ કર્યું
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.

PM મોદીના હસ્તે પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
PM મોદીના હસ્તે પાવાગઢ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

PM મોદીનું સંબોધન

  • 5 શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધ્વજા નહોતી ફરકતી, આજે લહેરી રહી છે, આ વાત પ્રેરણા આપે છે.
  • આજે સદીઓ પછી મહાકાળી મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે
  • ગુપ્ત નવરાત્રિ પહેલાં પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે
  • સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે
  • હું મારું પુણ્ય દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું એ મેં માતાજી પાસે માગ્યું છે
  • પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઈ છે
  • લગ્ન થવાના ત્યારે ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મૂકે છે અને તેમને આ પત્રિકા સંભળાવવામાં આવે છે
  • ધ્વજારોહણ એ ભક્તો માટે શક્તિઉપાસકો માટે આનાથી મોટો કોઇ ઉપહાર ન હોઇ શકે
  • મંદિરનો વિકાસ થયો છે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે
  • ઊંચું સ્થાનક હોવાથી અહીં સુરક્ષા રાખવાની ખૂબ જરૂરિયાત છે, જેથી સૌ-કોઇએ અનુશાસન રાખવાની જરૂર છે
  • હું રોપવેના માધ્યમથી અહીં આવ્યો છું, રોપવેથી યાત્રા સુવિધાસભર થઇ છે.
  • પાવાગઢ, સાપુતારા અને અંબાજી રોપવેથી જોડાઇ રહ્યા છે
  • પંચમહાલમાં પર્યટનની સંભાવનાની સાથે યુવાનોને રોજગારનો અવસર આવશે. કલા-સાંસ્કૃતિક વિરાસતને નવી ઓળખ મળશે
  • ચાંપાનેર એ જગ્યા છે, જ્યાંથી ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઇ હતી, જેનાથી ગુજરાતમાં 24 કલાક વીજળી મળવાની શરૂઆત થઈ હતી
  • હું મહાકાળીના ચરણોમાં ફરી એકવાર નમન કરું છું, અહીં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને શુભકામના પાઠવુું છું. આજે તેમના પૂર્વજોનાં સપનાં પૂર્ણ થયાં છે.
મોદીએ પાવાગઢ મંદિરમાં દર્શન કરીને વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
મોદીએ પાવાગઢ મંદિરમાં દર્શન કરીને વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું.
PM મોદીએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
PM મોદીએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
પાવાગઢમાં PM મોદીએ સંબોધન કર્યું હતું.
પાવાગઢમાં PM મોદીએ સંબોધન કર્યું હતું.

PM મોદી મંદિરમાં પૂજા-અર્ચના કરશે

​​ ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો. મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જૂનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન શનિવારે સવારે આવીને મંદિરમાં પૂજા-અર્ચના કરશે. જ્યારે પીએમ મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ આજે પાવાગઢ મંદિરની મુલાકાત લીધી હતી.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થયું.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થયું.

ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી, જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે, સાથે જ દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે, સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે.
દૂધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે.
અપર સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી 500 નવાં પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

રૂા.21 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતે પહોંચશે ત્યારે તેમનું રંગારંગ કાર્યક્રમથી ભવ્ય સ્વાગત પણ થશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણીપુરવઠા, મલિન જળ શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.

પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે.
પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવશે.
ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે.
ગર્ભગૃહને બાદ કરતાં આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે.
  • લેપ્રેસી મેદાનમાં સભા સ્થળ તરફ જતા લોકો માટે તમામ રસ્તા ખુલ્લા રહેશે
  • સભા સ્થળે પહોંચી પીએમ ખુલ્લી જીપમાં બેસી અભિવાદન ઝીલશે
  • જીપ આગળ એક હજાર મહિલાઓ ભારત માતા કી જયના નારા લગાવશે
  • સભાને પગલે 10 રસ્તા બંધ કરી 12 વૈકલ્પિક રૂટ અપાયા
  • 2 લાખ કાર્યકર્તાઓને ભાજપની ટોપી પહેરવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *