શહેરમાં છેલ્લા 72 કલાકમાં 27 કેસ નોંધાયા, રોજના સરેરાશ 10, સારવાર હેઠળ 39 દર્દી

Contact News Publisher

રાજકોટ શહેરમાં ગુરુવારે નવા 12 વ્યક્તિ સંક્રિમત થઈ હતી. જ્યારે શુક્રવારે નવા 5 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. ગઇકાલે 8 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી 39 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63781 પર પહોંચી છે. છેલ્લા 72 કલાકમાં શહેરમાં નવા 27 કેસ નોંધાતા સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. જેમાં મોટાભાગના દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. શહરેમાં કુલ ટેસ્ટનો આંકડો 18.34 લાખથી વધુ છે અને પોઝિટિવિટી રેટ 3.48 ટકા રહ્યો છે.

ગુરૂવારે આ વિસ્તારમાં નોંધાયા 132 કેસ
ગુરૂવારે નોંધાયેલા કેસમાં બજરંગવાડીમાં 30 વર્ષીય યુવાન, એરપોર્ટ રોડ પર 69 વર્ષીય વૃદ્ધ, આલાપ ગ્રીન સિટી નજીક રહેતા 42 વર્ષીય મહિલા, હોટલ ફર્ન પાસે રહેતા 38 વર્ષીય યુવાન, ગીતાનગરમાં 53 વર્ષીય મહિલા, પુનિતનગરમાં 18 વર્ષીય યુવતી, જંક્શન પાસે 19 વર્ષીય યુવાન, સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં 23 વર્ષીય યુવાન, કુવાડવા રોડ પર 28 વર્ષીય યુવાન, મનહરપ્લોટમાં 26 વર્ષીય યુવાન, ગાંધીગ્રામમાં 23 વર્ષીય યુવાન અને કોઠારીયામાં 21 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા કેસમાં દર્દીઓને ગંભીર અસર નહીં
નવા ટ્રેન્ડમાં પણ કોરોનાના દર્દીઓને કોઇ ગંભીર અસર થઇ નથી. જોકે એક દર્દી સામાન્ય લક્ષણ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયાનું જાણવા મળ્યું હતું. છતાં કોઇ દર્દીમાં નુકસાનકારક લક્ષણો હજુ દેખાતા નહીં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસોમાં ટ્રાવેલિંગ દરમિયાન અલગ અલગ જગ્યાઓના પ્રવાસી એકથી વધુ પોઈન્ટ પર એકઠા થાય છે, આથી તે દરમિયાન ચેપ ફેલાયો હોય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *