મોદી શંકરની જેમ ઝેર પીતા રહ્યા… ગુજરાતના રમખાણો અંગે અમિત શાહે પહેલી વાર મૌન તોડ્યું

Contact News Publisher

Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 18-19 વર્ષ સુધી લડાઈ ચાલી અને મોદી સહન કરતા રહ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન જે બન્યું હતું તેના પર પોતાનું મૌન તોડ્યું છે. ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા, ગુજરાત રમખાણોના કેસમાં મીડિયા, એનજીઓ અને રાજકીય પક્ષોની ભૂમિકા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતના ન્યાયતંત્રમાં વિશ્વાસ વિશે વાત કરી હતી. 24 જૂનના રોજ, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીન ચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. SIT દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટ સામે ઝાકિયા જાફરીની વિરોધ અરજીને ફગાવી દેતા મેજિસ્ટ્રેટના આદેશને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ મામલામાં પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ઝાકિયા જાફરીની અપીલ યોગ્યતાથી વંચિત છે અને તે ફગાવી દેવાને પાત્ર છે.

ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીની EDની પૂછપરછ પર કોંગ્રેસ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, “મોદીજીએ SIT સમક્ષ હાજર થઈને નાટક કર્યું નથી. મારા સમર્થનમાં બહાર આવો, ધારાસભ્યો-સાંસદોને બોલાવો અને ધરણા કરો…જો SIT મુખ્યમંત્રીને પૂછપરછ કરવા માંગે છે, તો તે પોતે સહકાર આપવા તૈયાર છે. વિરોધ શા માટે?’

અમિત શાહે 2002 ના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા બાદ પીએમ મોદીના સંઘર્ષ પર વાત કરી. ખાસ ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું, ગુજરાતના રમખાણોને હંમેશા રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા. મેં પીએમ મોદીનુ દર્દ નજીકથી જોયુ છે. તેમણે આ પર ચૂપચાપ વર્ષોથી હુમલા સહન કર્યાં.

તેમણે કહ્યુ કે, લોકતંત્રમાં મોદીજીએ સંવિધાનનું આદર કેવી રીતે કરવુ તે એક ઉદાહરણ છે. મારી પણ ધરપકડ થઈ હતી. કોઈ ઘરણા થયા હતા. આટલી લડાઈ બાદ સત્ય વિજયી થઈને બહાર આવે તો સોના કરતા વધુ ચમકે છે. જે લોકોએ આરોપ લગાવ્યો હતો તેમની અંતર આત્મા છે તો મોદી અને ભાજપની ક્ષમા માંગવી જોઈએ. રમખાણ મોટિવેટેડ હતા, અને મુખ્યમંત્રીનો હતો એવો આરોપ હતો. રમખાણ થયા હતા તે વાત સાચી છે. અમારી સરકારે ક્યારેય મીડિયાના કામમાં દખલ કર્યુ નથી. પરંતુ તે સમયે ઈકો સિસ્ટમ બની હતી, તેણે એક જૂથના વિવાદને જનતા સામે મૂક્યા. તેની ઈન્ફ્લુઅન્સમાં અનેક લોકો આવ્યા. એસઆઈટીનો ઓર્ડર કોર્ટનો ન હતો.

એક એનજીઓએ એસઆઈટીની માંગ કરી હતી. અમારી સરકારને કંઈ છુપાવવુ ન હતુ તે તેથી એસઆઈટી અમને મંજૂર હતી. એનજીઓની માંગ પર એસઆઈટી બેસી હતી. આજે જજમેન્ટથી નક્કી થયુ કે, જજમેન્ટના પોલીસ ઓફિસર, એનજીઓ અને કેટલાક પોલિટિકલ એનજીઓનુ નામ છે. એસઆઈટીની ટીમે સ્પષ્ટ કર્યુ કે, સનસની ફેલાવવા ખોટુ ફેલાવવામાં આવ્યું. ખોટા સબૂત બનાવાયા. એસઆઈટીને જવાબ લખાવતા હતા ત્યારે માલૂમ હતુ કે આ ખોટુ સત્ય છે. આજે કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, સરકારે રમખાણ રોકવા પ્રયાસો કર્યો હતા. મુખ્યમંત્રીએ વારંવાર શાંતિની અપીલ કરી હતી. ટ્રેન બાળવાની ઘટના બાદ જે રમખાણ બન્યો સુનિયોજિત ન હતા, પણ સ્વકેન્દ્રીત હતા. કારણ કે, સ્ટીંગ ઓપરેશન પોલિટિકલી મોટેવિટેડ હતા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એક મોટા નેતાએ એક પણ શબ્દ બોલ્યા વિના 18-19 વર્ષની લાંબી લડાઈ લડી અને ભગવાન શંકરની જેમ વિષપાન કરીને બધી પીડાનો સામનો કર્યો. મેં તેમને ખૂબ નજીકથી આ દર્દ સહન કરતા જોયા છે. માત્ર એક મજબુત ઈચ્છા ધરાવનાર વ્યક્તિ જ કંઈ ન બોલવાનો સ્ટેન્ડ લઈ શકે છે, કારણ કે મામલો ન્યાયાધીન હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 18 વર્ષથી ઝેર પી રહ્યા છે. શાહે કહ્યું કે મોદી અને ભાજપ વિરુદ્ધ લગભગ બે દાયકાથી દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તમામ આરોપોને ફગાવી દીધા છે. તમે કહી શકો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.

2002નાં રમખાણો ઉપર બોલતા અમિત શાહે કહ્યું હતુ કે, સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં ચોક્કસ પોલીસ અધિકારીઓ અને એન.જી.ઓનાં નામ લીધા છે. આ એન.જી.ઓ. તીસ્તા સેતલવાડનું હતું. આ બધાએ જે આરોપો મુક્યા હતા તે પ્રજાએ ક્યારેય સ્વીકાર્યા નથી. સુપ્રિમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે, આ આરોપો સરકારને બદનામ કરવા માટે લગાડવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતના રમખાણોની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી પણ દિલ્હીમાં જયારે શીખ હત્યાકાંડ થયો ત્યારે તો કોઈ સીટની રચના કરવામાં આવી ન હતી. આવી કોઈ માંગ પણ કરવામાં આવી ન હતી.

ગુજરાતના મામલામાં યુ.પી.એ સરકારે મોદીની પ્રતિષ્ઠાને હાની પહોચાડવા માટે આરોપો લગાડવામાં આવ્યા છે. તેમણે આ ચુકાદાથી ભાજપના દરેક કાર્યકરો માટે સંતોષકારક છે તેમ પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News