ગુજરાતની બસને મહારાષ્ટ્રમાં અકસ્માત, એક પથ્થરને કારણે બચ્યા 28 જીવ!

Contact News Publisher

 કિર્તેશ પટેલ, સુરત: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ (Charanmal Ghat) પર માલેગાંવ-સુરત ગુજરાત (Malegaon-Surat ST Bus) રાજ્યની બસ જી.જે.18 ઝેડ 5650 ચરણમાળ ઘાટમાં સવારે 10થી 10:30ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.

સુરત: ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ (Charanmal Ghat) પર માલેગાંવ-સુરત ગુજરાત (Malegaon-Surat ST Bus) રાજ્યની બસ જી.જે.18 ઝેડ 5650 ચરણમાળ ઘાટમાં સવારે 10થી 10:30ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.

 પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સુરત આવતી એસટી બસને સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમાળ ઘાટ ખાતે બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News