રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

Contact News Publisher

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 193..53 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 11.05 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં COVID-19 રસીકરણની ગતિને વેગ આપવા અને વિસ્તરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રવ્યાપી COVID-19 રસીકરણ 16મી જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું. COVID-19 રસીકરણના સાર્વત્રિકકરણનો નવો તબક્કો 21મી જૂન 2021થી શરૂ થયો. વધુ રસીઓની ઉપલબ્ધતા, રાજ્યોમાં રસીની આગોતરી દૃશ્યતા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. તેમના દ્વારા બહેતર આયોજનને સક્ષમ કરવું, અને રસીની સપ્લાય ચેઇનને સુવ્યવસ્થિત કરવી.

 

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ (05 જુલાઈ, 022 સુધી)
પુરવઠો 1,93,53,58,865
બાકી ઉપલબ્ધ 11,05,81,050

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારારાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 193.53 કરોડ (1,93,53,58,865) થી વધુ રસી (મફત)પૂરી પાડી છે.

 

હાલમાં, કોવિડ-19 રસીના 11.05 કરોડ (11,05,81,050) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *