ગુજરાત વિધાન સભા ચૂંટણી 2022: ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

Contact News Publisher

વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરતા હોય છે. ત્યારે આજે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. રોજગારી આપવામાં ગુજરાત નંબર વન છે. ગુજરાત ઉદ્યોગોમાં પણ અગ્રેસર છે.
ભાજપના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દા:

– ‘ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ’ હેઠળ 10 હજાર કરોડનું રોકાણ કરીશું જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને મજબૂત કરશે.

– રૂ. 25 હજાર કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું, જેમાં ખૂટતી કડીઓનું નિર્માણ અને કચ્છ-ઉતર ગુજરાત વોટર ગ્રીડ પર વધુ ધ્યાન આપીશું.

– પશુધનની સારસંભાળને સુનિશ્ચિત ગૌશાળાઓને (રૂ.500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરશે.

– 1000 એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુ માટે રસીકરણ અને વીમાની ખાતરી.

– અગ્રેસર યુવા મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ.10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં રૂ.20,000 શાળાઓને અપગ્રેડ.

– ‘કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ અંતર્ગત રૂ.1,000 કરોડના ખર્ચે નવી સરકારી કોલેજોનું નિર્માણ અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન બનાવશે.

– ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.

– IITના તર્જ પર 4 ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપના કરીશું.

– વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર.

– અગ્રેસર આરોગ્ય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદા 10 લાખ.

– મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે 110 કરોડના ભંડોળનું નિર્માણ.

– 10,000 કરોડના ભંડોળથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેથી ૩ નવી સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલોનું નિર્માણ થશે અને વર્તમાન સ્વાસ્થ્ય સુવિધાઓ મજબૂત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News