સૌરાષ્ટ્રના મતદારોનો મિજાજ શાંત પાણી સમાન!:વિધાનસભા હોય કે લોકસભા, પાલિકા હોય કે પંચાયત અણધાર્યા પરિણામ આપવા એ છે સૌરાષ્ટ્રની તાસીર

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ પરિણામને લઇ દરેક લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરી સૌરાષ્ટ્રમાં આવતી 48 બેઠકો પર નજર કરીએ તો 60% જેટલું મતદાન થયું છે ત્યારે ઓછુ મતદાન અને ત્રિ-પાંખિયો જંગ શું પરિણામ લાવશે તે સૌથી મોટું આશ્ચર્ય છે. કારણ કે સૌરાષ્ટ્રના મતદારોનો મિજાજએ શાંત પાણી જેવો છે. શાંત પાણી ઊંડા હોય તે કહેવત આપણે ત્યાં વર્ષો જૂની છે તેમ સૌરાષ્ટ્રના મતદારોનો આ વખતનો મિજાજ પણ ઊંડો છે ત્યારે આ મિજાજ કોના તરફી છે તે આવતીકાલના પરિણામ ઉપરથી જ જાણી શકાશે.

2017માં ભાજપને મત આપ્યા
સૌરાષ્ટ્રના મતદારો ચૂંટણીઓમાં આશ્ચર્યો આપવા માટે જાણીતા છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં જે પરિણામો આવેલા એમા પણ જૂઓ કે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને પાટીદારનો લાભ મળ્યો પરંતુ કેટલાક શહેરી વિસ્તારોમાં ભાજપને જીત મળેલી. રાજકોટ, જામનગર, પોરબંદર જેવા શહેરોમાં જીત થઇ તો જૂનાગઢ, અમરેલી, મોરબી, વેરાવળમાં કોંગ્રેસની જીત થઇ હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને 2017માં 48 માંથી 28 તો ભાજપને 19 અને NCP ને 1 બેઠક મળી હતી પરંતુ આ પછી 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં આ જ બધા મતદારોએ કોંગ્રેસને હરાવી ભાજપને મત આપ્યા હતા.

સોમાભાઈ 2004માં ભજપમાં હતા
સોમાભાઈ 2004માં ભજપમાં હતા

પક્ષપલટુને પણ સુરેન્દ્રનગરના મતદારોએ જીતાડી દીધા
ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર રાજ્યનો ત્રીજા ભાગનો જમીન વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્રમાં જે રીતે સાગર, પર્વતો, જંગલનું ભૌગોલીક વૈવિધ્યસભર મિજાજ છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની પાલિકાની હોય કે પંચાયતની અહીંયાના મતદારો અણધાર્યા પરિણામ આપવા માટે જાણીતા છે. લોકસભાની વાત કરીએ તો અહીંની સાતેય બેઠક ભાજપ પાસે છે પરંતુ 2017 વિધાનસભા 28 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને આ જ મતદારોએ જીત અપાવી હતી. જયારે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી મજબૂત મનાતી એવી રાજકોટ અને જામનગર બંને બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. જયારે સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો સોમાભાઈ 2004માં ભજપમાં હતા અને 2009માં કોંગ્રેસમાં આવ્યા તો સોમાભાઈને પણ કોંગ્રેસમાંથી મતદારોએ જીતાડી દીધા હતા. આ જ રીતે ભૂતકાળમાં બાબરા બેઠક પરથી વિધાનસભા હારેલા વીરજી ઠુંમરને પણ લોકસભામાં જીતાડી મતદારોએ સાંસદ બનાવી દીધા હતા.

વિક્રમ માડમ અને પૂનમ માડમ
વિક્રમ માડમ અને પૂનમ માડમ

હારેલા ઉમેદવાર ભાજપમાં આવતા જીતી ગયા
જામનગર બેઠક પર બે-બે ટર્મ સાંસદ વિક્રમ માડમની સામે 2014માં મતદારોએ પૂનમ માડમને જીતાડી દીધા હતા જો કે 2017માં વિધાનસભાની ચૂંટણી થતા આ જ મતદારોએ વિક્રમભાઈને ચૂંટી ધારાસભ્ય બનાવી દીધા હતા એ જ રીતે પૂર્વ મંત્રી રાઘવજી પટેલ ભાજપમાં જોડાયા તો સામાન્ય ચૂંટણીમાં મતદારોએ તેને હરાવી દીધા હતા જો કે પછી ખાલી પડેલી બેઠક પર ફરી ચૂંટણી લડ્યા તો જીત અપાવી હતી. જયારે ભાનુબેન બાબરીયા સામે 2012માં હારેલા ઉમેદવાર લાખા સાગઠીયાને 2017માં ભાજપના ઉમેદવાર તરીકે મતદારોએ જીતાડી દીધા હતા.

લાખા સાગઠીયા અને ભાનુબેન બાબરીયા
લાખા સાગઠીયા અને ભાનુબેન બાબરીયા

3 મંત્રીઓને હાર અપાવી દીધી
વર્ષ 2002માં ભાજપનો વેવ હતો 181 માંથી 126 બેઠક પર જીત મેળવી હતી પરંતુ આ સમયે પણ કોંગ્રેસને ચારેય ભાગ કરતા વધુ બેઠક સૌરાષ્ટ્રમાં એટલે કે 18 બેઠક પર જીત મળી હતી. આ સમયે સૌરાષ્ટ્રના મતદારોએ ભાજપનો વેવ હોવા છતાં 3-3 મંત્રીઓને હાર અપાવી દીધી હતી જેમાં બાબુ બોખીરિયા (પોરબંદર), મુળુ બેરા (ભાણવડ) અને ફકીરભાઈ વાઘેલા (દસાડા)નો સમાવેશ થાય છે.

બાબુ બોખીરિયા (પોરબંદર), ફકીરભાઈ વાઘેલા (દસાડા) અને મુળુ બેરા (ભાણવડ)
બાબુ બોખીરિયા (પોરબંદર), ફકીરભાઈ વાઘેલા (દસાડા) અને મુળુ બેરા (ભાણવડ)

કુંવરજી બાવળીયાને 3.75 લાખ મળ્યા હતા
રાજકોટની લોકસભા બેઠક ઉપર 1977 થી પાટીદાર ઉમેદવારો જ જીતતા આવ્યા છે પરંતુ રાજકોટવાસીઓએ 2009માં જાણે રાજકારણીઓની ગણતરી ઉંધી વાળવી હોય તેમ જસદણના કુંવરજી બાવળીયાને અહીં જીતાડી દીધા હતા. બિન પાટીદાર અહીં જીતે જ નહીં તેવું માની કિરણ પટેલને રાતોરાત ટિકીટ અપાવેલી ભાજપના નામે કિરણભાઈ તરી જશે તેવો ઘમંડ મોવડીઓને હતો પરંતુ બાવળીયાએ તેને હરાવી દીધા હતા. એ પછી ફરી મતદારોનો મુડ બદલાયો 2014 માં ભાજપના મોહન કુંડારીયાને 6.21 લાખ મત આપ્યા અને કુંવરજી બાવળીયાને 3.75 લાખ મળ્યા હતા.

કુંવરજી બાવળીયા - ફાઈલ તસવીર
કુંવરજી બાવળીયા – ફાઈલ તસવીર

વિધાનસભાની 25 બેઠકો પર પાટીદાર મત નિર્ણાયક
સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં વિધાનસભાની 25 બેઠકો એવી છે જ્યાં પાટીદાર મતો નિર્ણાયક છે. દરેક જિલ્લામાં પાટીદાર પ્રભાવને ભાજપ તરફ વાળનારા કેશુભાઈ પટેલને સૌરાષ્ટ્રમાંથી ગરમ અને ઠંડો બંને પ્રતિસાદ મળ્યા છે. 1970 ના દાયકામાં રાજકોટ બેઠક પર સ્વતંત્રતા પાર્ટીને પછડાટ આપી કોંગ્રેસનો ડંકો વાગતો હતો ત્યારે 1979 માં ભારતીય લોકદળ વતી કેશુભાઈને રાજકોટ સાંસદ બનાવેલા કેશુભાઈ વિસાવદર બેઠક ઉપર વગર પ્રચારે જીતતા પરંતુ જેવી તેણે ગુજરાત પરિવર્તન પાર્ટી સ્થાપી ભાજપ સામે બાળ ચડાવ્યું તે સાથે જ આ વિસ્તારે તેને માન ખાતર માત્ર બે બેઠક આપી દીધી. વિસાવદરની બેઠકના મતદારોનો મિજાજ જૂઓ. કેશુભાઈને પણ ફરી ભાજપમાં વિલીન થયો અને તેણે વિસાવદર બેઠક ખાલી કરી તો જનતાએ તેના પૂત્ર ભરતને અહીં પરાજય આપ્યો. જો કે ગોરધન ઝડફિયા પણ અહીં જીપીપીમાંથી ગોંડલની બેઠક ઉપર લડેલા તેને આ લોકોએ ફગાવી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News