15 વર્ષ બાદ દિલ્હી મનપામાંથી ભાજપ આઉટ:BJP-104, AAP-134 સીટ જીતી; કેજરીવાલે કહ્યું- PM મોદીના આશીર્વાદથી વિકાસ કરીશું

Contact News Publisher

AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે. ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો. આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે.ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 250 સીટમાં AAPને 134 જીતી છે, જે બહુમત કરતા 8 વધું છે. જ્યારે ભાજપે 104 સીટ જીતી છે, કોંગ્રેસે 9 અને 3 સીટ પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે.

CM અરવિંદ કેજરીવાલે MCDમાં AAPની જીત પર દિલ્હીના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું- દિલ્હીની જનતાએ દિલ્હીની સફાઈ અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી તેમના પુત્ર અને ભાઈને આપી છે. અમને કેન્દ્ર સરકારના સહકારની પણ જરૂર છે. વડાપ્રધાનના આશીર્વાદની પણ જરૂર છે.

કેજરીવાલના મંત્રીઓના વિસ્તારોમાં AAPનાં સૂપડાં સાફ
મનીષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રમાં 4 બેઠક છે. ભાજપે 3 જીતી છે. પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ ગઈ. બીજી તરફ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના વિધાનસભા ક્ષેત્રમાં 3 વોર્ડ છે. ત્રણેય બેઠક પર પાર્ટી ભાજપ સામે હારી ગઈ હતી. આ તરફ અરવિંદ કેજરીવાલના વોર્ડ નંબર 74 ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર પુનર્દીપ સિંહે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા, જ્યારે AAPના ધારાસભ્ય અનાનતુલ્લાના વોર્ડ નંબર 189 ઝાકિર નગરમાંથી કોંગ્રેસે જીત મેળવી છે.

AAPના કાર્યાલય ખાતે મીઠાઈ વહેંચવામાં આવી રહી છે.

શરૂઆતમાં ક્યારેક ભાજપ તો ક્યારેક AAP આગળ
પ્રારંભિક વલણમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. પ્રથમ બે કલાકમાં બંને પક્ષોની સીટોમાં 10થી 20 સીટોનો તફાવત હતો. ક્યારેક ભાજપ આગળ હોય તો ક્યારેક AAP આગળ, પરંતુ સવારે 10.30 વાગ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને AAPએ ભાજપ પર લીડ મેળવી લીધી છે.

સવારથી જ AAPના કાર્યાલય પર ધમધમાટ
એક્ઝિટ પોલમાં AAPની જીત બાદ બુધવારે સવારથી જ પાર્ટી કાર્યાલય ધમધમવા લાગ્યું હતું. કાર્યાલયને પીળા અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ગઈ વખતે એને સફેદ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. દિલ્હી કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. AAPના કાર્યાલય પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

કોંગ્રેસનું કાર્યાલય સુમસામ, તાળું લગાવેલું જોવા મળ્યું
કોંગ્રેસનું કાર્યાલય સવારથી જ સૂમસામ રહ્યું છે. એના દરવાજા પર તાળું લગાવેલું જોવા મળ્યું છે.

ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર
પોસ્ટલ બેલેટ ટ્રેન્ડમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ વખતે લગભગ 50% મતદાન થયું છે. છે. 2017માં મતદાન 53.55% હતું, એટલે કે અત્યારસુધીના આંકડાઓની સરખામણી કરીએ તો આ વખતે 3% ઓછું મતદાન થયું છે.

એક્ઝિટ પોલમાં AAPની જીત બાદ બુધવારે સવારથી જ પાર્ટી કાર્યાલય ધમધમવા લાગ્યું હતું. કાર્યાલયને પીળા અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ગઈ વખતે એને સફેદ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું.

છેલ્લાં 15 વર્ષથી MCD પર ભાજપનો કબજો છે
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લાં 15 વર્ષથી ભાજપ પાસે છે, પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં AAP અહીં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા અને ટાઇમ્સ નાઉ-ઇટીજીના એક્ઝિટ પોલ અનુસાર, એમસીડીમાં AAP સરકાર પ્રચંડ બહુમતી સાથે રચાતી જણાય છે. બીજેપી બીજા નંબર પર છે અને કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે.

1,349 ઉમેદવાર મેદાનમાં ઊતર્યા હતા
MCD ચૂંટણી 2022 માટે 1349 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાંથી 709 મહિલા ઉમેદવારો હતાં. તમામ 250 બેઠક પર ભાજપ અને AAP પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસના 247 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેડીયુએ 23 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જ્યારે AIMIMએ 15 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

BSPએ 174, NCPએ 29, ઇન્ડિયન મુસ્લિમ લીગે 12, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)એ 3, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે 4 અને SP, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ એક-એક સીટ પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ સિવાય 382 અપક્ષ ઉમેદવાર હતા.

MCD કયાં-કયાં કામ કરે છે?

જનતાને સુવિધાઓ પૂરી પાડવી. આમાં આરોગ્ય સુવિધાઓ, રસ્તાઓ, ફૂટપાથ અને બજારોની સફાઈ, ઈ-રિક્ષા, રિક્ષા અને ગાડીઓનું લાઇસન્સ સામેલ છે.

પ્રાથમિક શાળાઓનું સંચાલન અને જાહેર સ્થળો જેવા કે રસ્તાઓ, ઓવરબ્રિજ, જાહેર શૌચાલયોનું બાંધકામ-જાળવણી.

સ્લમ વિસ્તારોમાં પાણીપુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા વ્યવસ્થાપન, વિકાસકામો.

ઉદ્યાનો, પુસ્તકાલયો, સ્ટ્રીટલાઇટ અને પાર્કિંગ વિસ્તારોની જાળવણી. MCD અનેક પાર્કિંગ લોટ માટે કોન્ટ્રેક્ટ પણ આપે છે.

ઘન કચરાનું વ્યવસ્થાપન એ એમસીડીનાં આવશ્યક કાર્યોમાંનું એક છે, જેમાં દરેક ઘરમાંથી અને કલેક્શન પોઈન્ટ્સમાંથી કચરો એકત્રિત કરવામાં આવે એની ખાતરી કરવી સામેલ છે.

MCDનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ઇમારતોનું બાંધકામ એના દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે.

MCD સ્મશાનગૃહ ચલાવવા અને જન્મ અને મૃત્યુના રેકોર્ડ રાખવા માટે જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *