હવે ડાયરેક્ટ CMOને કરી શકશો ફરિયાદ: ગુજરાતના CMO કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર

Contact News Publisher

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર, 7030930344 જાહેર કરાયો છે, જે વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ફરી એકવાર નાગરકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યલાય સાથે જોડવવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.

CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે.

વિહાર ગામના પંચાયતની સરપ્રાઈઝ વિઝિટે લીધી હતી 
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે લોકોની વચ્ચે જઈ મુલાકાત શરૂ કરી હતી. થોડા દિવસ અગાઉ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી જેમા તેમણે વિહાર ગામના પંચાયત ઘરની પણ મુલાકાત લીધી હતી અને લોકોના વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની પણ મુલાકાત લીધી હતી.

ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા ખુદ મુખ્યમંત્રી 
થોડા દિવસ અગાઉ માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના કાર્યલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News