કચ્છમાં રસીકરણનું નાટક : જરૂરીયાત કોવિશિલ્ડની અને સ્ટોક આવ્યો કોવેક્સિનનો

Contact News Publisher

ભુજ : કોરોનાની સંભવિત નવી લહેરને પગલે કેન્દ્ર અને ગુજરાત સરકાર સતર્ક હોવાના દાવા કરીને હોસ્પિટલોમાં મોકડ્રીલ અને ટેસ્ટીંગ વધારી દેવાની વાતો કરવામાં આવે છે એટલું જ નહીં, રાજ્ય સરકારે કચ્છ જિલ્લાને પ્રથમ તબક્કે કોરોનાની રસીના ૪ હજાર ડોઝ ફાળવ્યા હતા. હજુ આ ડોઝ વપરાય તે પહેલા જ વધારાના રપ૦૦ કોવેક્સિનનો જથ્થો કચ્છને ફાળવવામાં આવ્યો છે. કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ હોઈ રસીકરણની કામગીરી ચાલુ હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં કોવિશીલ્ડ રસીની ડીમાન્ડ છે પરંતુ ફક્ત રસીકરણ ચાલુ હોવાનું નાટક બતાવવા માટે કોવેક્સીન રસી આપવામાં આવી છે.આ અંગેની વિગતો મુજબ ચીન સહિત વિદેશમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વોરિયન્ટથી ભારતમાં પણ ફફડાટ ફેલાયો છે એટલુ જ નહીં, ભારત સરકારે આ વાયરસની સામે કઇ રીતે લડી શકાય તેની તૈયારીઓ પણ કરી લીધી છે. જેના પગલે ગુજરાતમાં થોડા દિવસ પહેલા આરોગ્ય તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં ઓક્સિજન સહિત બેડની ક્ષમતા તપાસી દેવામાં આવી છે અને નાગરિકોને પણ સાવચેત રહેવા માટે સુચન કરવામાં આવ્યું છે પરંતુ જે મહત્વની બાબત છે રસી. તેમાં હજુ સુધી રાજ્ય સરકાર ક્યાંકને ક્યાં ઉણી ઉતરી છે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોવિશીલ્ડ રસીનો સ્ટોક ઉપલબ્ધ નથી જેના કારણે અગાઉ જે વ્યક્તિઓએ પ્રથમ અને બીજો ડોઝ કોવિશીલ્ડનો લીધો હોય તેમને પ્રિકોશન ડોઝ પણ કોવિશીલ્ડનો જ લેવો પડે અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાલ કોવિશીલ્ડ રસીનો પ્રિકોશન ડોઝ લેવા માટે ભારે ડીમાન્ડ છે પરંતુ તાજેતરમાં સરકારે કચ્છ જિલ્લાને કોવેક્સિન રસીનો સ્ટોક મોકલ્યો છે જે રસી લેવાવાળાની સંખ્યા ખુબ જ ઓછી છે.હાલ સેન્ટરોમાં કોવેક્સિન રસી ઉપલબ્ધ છે પરંતુ તે રસી લેવા માટે જુજ લોકો જ જઈ રહ્યા છે અને જેમણે કોવિશીલ્ડ રસી લેવી છે તેઓ સેન્ટર ઉપર જાય છે તેઓ માટે સેન્ટરોમાં રસી જ નથી.હાલ તંત્ર ફક્ત રસીકરણ ચાલુ હોવાનું નાટક જ કરી રહ્યું છે. ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાની નવી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે કચ્છમાં પણ જાગૃત લોકો દ્વારા પ્રિકોસન ડોઝ લેવા માટે તત્પરતા દેખાડવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, પ્રિકોસન ડોઝ માટે કોવિશીલ્ડ રસી જ ઉપલબ્ધ નથી, આથી બુસ્ટર ડોઝ લેવા પહોંચતા લોકોને નિરાશા જ સાંપડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *