સામખિયાળીથી ૩૪ કિલો ગાંજો લઈને રાજકોટ પહોંચેલા બે ઈસમો દબોચાયા.

Contact News Publisher

ભચાઉ : રાજકોટ શહેરમાં ૮૦ ફુટ રોડ પરથી મોડી સાંજે ભક્તિનગર પોલીસે ૩૪ કિલો ગાંજાના જથ્થા સાથે રીક્ષાચાલક સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામખીયાળીથી ગાંજો લઈ આવ્યાનું ખુલ્યું હતું. તેમજ આ બંનેને રાજસ્થાનનો શખ્સ આપી ગયો હતો અને ઉપલેટાના અકબર બાપુ,જંગલેશ્વરના રમા સંધી અને તેના માણસ યુસુફને આ ગાંજાનો જથ્થો આપવાનો હોવાનું ખુલ્યું હતું.ગાંજા સાથે રીક્ષાચાલક શાહરૂખ રહીમ મકવાણા અને રીક્ષા પાછળ બેઠેલા પુરણનાથ ભગવાનનાથ ગોસ્વામીની અટકાયત કરી હતી. તેની પાસે થી પોલીસે રોકડા રૂપિયા ૩૦૮૦,ત્રણ મોબાઈલ ફોન, ઓટોરીક્ષા વગેરે કબજે કરી હતી. પ્રાથમિક પુછપરછમાં બન્ને આરોપીઓએ રીક્ષામાં કચ્છના સામખીયાળી જઈ ત્યાંથી ગાંજો લઈ આવ્યાની કેફીયત આપી છે.તેની વધુમાં પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાલોતરા ગામનો મહેન્દ્રસિંહ રાજપુરોહિત નામનો સામખિયાળી પાસે આવી ગાંજાનો જથ્થો આપી ગયો હતો અને આ ગાંજાનો જથ્થો ઉપલેટા ના ગેબનશા પીરની દરગાહના અકબર બાપુ, જંગલેશ્વરમાં રહેતા હુસેની ચોકના રમા સંધી અને તેમના માણસ યુસુફને ગાંજાનો જથ્થો આપવાનો હતો. આ સમગ્ર બનાવવામાં ગાંજા સાથે પકડાયેલા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા તેઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *