રાપર સાર્વજનિક છાત્રાલય ખાતે ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું.

Contact News Publisher

રાપર : જિલ્લા પંચાયત અનુ.જાતિ સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલય-રાપર મધ્યે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે વિવિધલક્ષી હોલ, કિચન, સ્ટોર રૂમ જેવા રૂ.36 લાખ થી વધુ ના ખર્ચ ના કામો નું ખાત મૂહર્ત કરવામાં આવ્યું. અનુ.જાતિ, જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ ના છાત્ર નિવાસ માટે ખૂબ ઉપયોગી એવી સાર્વજનિક કુમાર છાત્રાલય-રાપર મધ્યે જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી રૂ.36 થી વધુ ના ખર્ચે તૈયારી થનારવિવિધલક્ષી હોલ, કિચન તેમજ સ્ટોર રૂમ ના કામ નું ખાત મુહૂર્ત લોકપ્રિય માં.ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું,જેમાં જિલ્લા પંચાયત ના અધ્યક્ષ  પારૂલબેન કારા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનશ્રી કેશવજી ભાઈ રોશિયા, રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, રાપર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

કેશવજીભાઈ એ છાત્રાલય ની સુવિધાઓ માટે જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ બદલ સમગ્ર બોડી નું આભાર વ્યક્ત કરી સંતોષ વ્યક્ત કર્યો હતો અને વોર્ડન તરીકે ની ભગુભાઈ સોલંકી ની સેવા ને બિરદાવી હતી. સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન શકિશોરભાઈ મહેશ્વરી એ પોતે આ છાત્રાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોઈ વિશેષ લાગણી હોય એ સ્વભાવિક છે તેમ જણાવી આ છાત્રાલય ની ખૂટતી તમામ કડીઓ સહુ ના સહિયારા પ્રયાસ થકી પરિપૂર્ણ કરવા નું આશાવાદ વ્યક્ત કરી, જણાવ્યું હતું કે વાગડને વિરેન્દ્રસિંહ જાડેજા ના રૂપ માં વજનદાર ધારાસભ્ય મળ્યા છે ત્યારે સમગ્ર વાગડ માં આ પ્રકાર ની શિક્ષણ સંસ્થાઓ ને ધબકતી કરી વાગડ ને શિક્ષણ ના માધ્યમ થી કાયાપલટ કરવા ની વાત કરી હતી,
તેમજ રાપર ને સાંસદ વિનોદભાઈ ચાવડા ના પ્રયાસો થી સરકાર શ્રી ના અનુ.જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોલેજ કક્ષાનું છાત્રાલય મજુર થયું છે જે આવતા છત્ર થી શરૂ થઇ જાય તેવા પ્રયત્નો ચાલુ હોવા નું જણાવ્યું હતું. આ વેળા એ 1985 થી ગૃહપતિ તરીકે નિષ્ઠા પૂર્વક સેવા આપતા *ભગુભાઈ સોલંકી* નું ધારાસભ્યશ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય એ પાણી ના ટાકા માટે ગ્રાંટ ની જાહેરાત કરી હતી, કાર્યક્મ માં નશાભાઈ દૈયા, લક્ષ્મણસિંહ સોઢા, દાના ભાઈ બડઘા, ડોલર રાય ગોર, કેશુભા વાઘેલા, રાજુભા જાડેજા, , બબીબેન સોલંકી, ગેલાભાઈ બગડા, મૂળજી પરમાર, ધીગા પઢીયાર, પેથા પરમાર, હરિલાલ રાઠોડ, રામજી મૂછડીયા, ભરત પરમાર, માયાભાઈ ધેયડા, મેમાં ચૌહાણ, રાજેન્દ્ર વાઘેલા, રાણા પરમાર, આંબાભાઈ મુસડીયા, ઉકા નસા, રામજીભાઈ રાજપૂત, પ્રદીપસિંહ સોઢા, નવીન મકવાણા, મોહન ગોહિલ તેમજ અન્ય મહાનુભવો સહિત વિદ્યાર્થીઓ વિગેરે હાજર રહ્યા હતા સંચાલન ભરત પરમારે તેમજ આભાર વિધિ ભગુભાઈ સોલંકીએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *