અંજારમાં રાતા તળાવ રોડ પર ફલાઈંગ સ્કવોર્ડે માટી ભરેલા ૩ ડમ્પરો પકડ્યા

Contact News Publisher

અંજાર : આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા ફલાઈંગ સ્કવોર્ડની ટૂકડીએ અંજારમાં રાતા તળાવ રોડ પરથી માટી ભરેલા ૩ ડમ્પરોને ઝડપી લીધા હતા. ગેરકાયદે રીતે ઓવરલોડ પરિવહન કરાતું હોઈ કાર્યવાહી કરવામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજારમાં રાતા તળાવ રોડ પર ફલાઈંગ સ્કવોર્ડની ટુકડીએ ૩ ડમ્પરો અટકાવ્યા હતા. જી.જે. રપ વાય પ૧૯૭, જી.જે. રપ વાય ૪૭૯૭ અને જી.જે. રપ યુ પપ૯૭માં સાદી માટી ભરેલી હતી. કાંટા પાવતીમાં દર્શાવેલ વજન અને રોયલ્ટી પાસમાં દર્શાવેલ વજનમાં તફાવત હોઈ ઓવરલોડ પરિવહન અને ગુજરાત ખનિજ ગેરકાયદે ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો ર૦૧૭નો ભંગ થતાં ત્રણેય વાહનો ડીટેઈન કરી અંજાર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જી.આર. ઈન્ફ્રા લિમિટે હસ્તકના આ વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. જેની કિંમત ૧ની ર૦ લાખ ગણી અંદાજે ૬૦ લાખ ગણવામાં આવી છે. ખનિજ કયાંથી ભર્યું અને કયાં લઈ જતાં હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *