પાડોશીએ ગુસ્સામાં પાલતુ શ્વાનને જીવતો દાટી દીધો, બે-ત્રણ કલાક બાદ જીવિત બારે કાઢયું.

Contact News Publisher

દુનિયામાં પાલતુ શ્વાન કે સ્ટ્રીટ ડોગ્સને લઇને ક્રુરતા અને અત્યાચારના કેસ ઘણીવાર સામે આવતા હોય છે. આ અબોલ જીવ માનવીનો સૌથી વફાદાર મિત્ર પણ કહેવામાં આવ્યો છે.

ત્યારે એક પાલતુ શ્વાન સાથે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બ્રાઝિલની છે, જ્યાં  એક મહિલાએ તેના પાડોશીના કૂતરાને જીવતો બગીચામાં દાટી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના પ્લાનુરાની છે અને 82 વર્ષની મહિલાએ નીના નામના કૂતરાને દાટી દેવાની વાત કબૂલી છે.કૂતરાના માલિકે પોલીસને જણાવતા કહ્યં કે, મેં પાડોશી મહિલા સાથે વાત કરી તો તેણે કહ્યું કે, કૂતરો રાત્રે સતત ભસતો હતો, જેના કારણે તે ઊંઘી શકતી નહોતી. તેથી તેણે બગીચામાં ખાડો ખોદીને મારા ડોગને દાટી દીધો. જે બાદ કૂતરાને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.

કૂતરાના 33 વર્ષીય માલિકે કહ્યું કે, બગીચામાં હું પહોંચી તો મને કંઇક અજુગતુ લાગ્યુ, જેથી મેં બગીચામાં ખોદવાનું શરૂ કર્યું અને જોયું કે કૂતરો જીવતો હતો.

રિપોર્ટ અનુસાર, શ્વાન ખાડામાં લગભગ દોઢ કલાક સુધી જીવતો રહ્યો હતો. ખાડામાંથી  હટાવ્યા બાદ તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો.

આરોપી (82 વર્ષીય)મહિલાને તેને કરેલ ક્રુરતા પર કોઇ પણ જાતનો પછતાવો નથી. જ્યારે પોલીસે 82 વર્ષીય મહિલાની પૂછપરછ કરી, ત્યારે તેણે કહ્યું કે તે “તે ડોગને ફરીથી દફનાવી દેશે. મહિલા પર પ્રાણી ક્રૂરતાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News