રાજ્યમાં અગામી 2 દિવસ વધી શકે છે ગરમી, સાથે માવઠાની પણ આગાહી

Contact News Publisher

અગામી 2 દિવસમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે

હિટવેવ સાથે જ અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના

ગુજરાતમાં વતાવરણએ જોરદાર પલટો લીધો છે. રાજ્યમાં બે ઋતુઓનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજયમાં ગરમી અને માવઠાની પરિસ્થિતિ અનુભવી શકાય છે. એવામાં આગામી 2 દિવસમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં હિટવેવની પરિસ્થિતિ જોવા મળી શકે છે.

આ તારીખે કમોસમી વરસાદની સંભાવના  

આજે રાજ્યનું સૌથી વધુ તાપમાન ભુજ શહેરમાં 38 ડિગ્રી  નોંધાયું હતું. હીટવેવની સાથે જ  આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 13,14,15 માર્ચે કમોસમી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.  રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠા થઇ શકે તેવી સંભાવના છે. ઉત્તર,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં જોરદાર પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે અન્ય વિસ્તાર જેવા કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ,નવસારી,તાપી,દાહોદમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જો અમદાવાદ, ગાંધીનગરની વાત કરવામાં આવે તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *