બેંગલુરુમાં બાઈક ટેક્સી ડ્રાઈવરનું હેલ્મેટ તોડ્યું

Contact News Publisher

રિક્ષા ડ્રાઈવરે કહ્યું- બીજા રાજ્યમાંથી આવીને અમારા પેટ પર લાત મારે છે

બેંગલુરુમાં બાઈક ટેક્સી ડ્રાઈવરને ઓટો રિક્ષા ડ્રાઈવરનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો. બેંગલુરુ સિટી પોલીસે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં એક ઓટો ડ્રાઈવર અપશબ્દો સંભળાવતા બાઈક ટેક્સી ડ્રાઈવરનું હેલમેટ તોડતા નજરે પડી રહ્યો છે.

રિક્ષા ડ્રાઈવરે કહ્યું- અમને પેસેન્જરો મળી રહ્યા નથી.રિક્ષાના ડ્રાઈવરે બાઈક ટેક્સી ડ્રાઈવરનું હેલમેટ તોડીને તેને અપશબ્દો સંભળાવ્યા હતા. તેને બીજા રાજ્યનો નાગરિક ગણાવ્યો હતો. રિક્ષા ડ્રાઈવર કહે છે કે જુઓ કેવી રીતે રેપિડોનો ગેરકાયદે ધંધો ચાલી રહ્યો છે. આ શખ્સ બીજા રાજ્યમાંથી આવ્યો છે અને અહીં રાજાની જેમ ફરી રહ્યો છે. બાઇક ટેક્સીના કારણે રિક્ષાના ડ્રાઇવરોને પેસેન્જરો મળી રહ્યા નથી. તમારે સમજવું જોઈએ કે રિક્ષા ડ્રાઈવરોનો ધંધો કેટલો ખરાબ થઈ ગયો છે.

બાઈક ટેક્સી ડ્રાઈવર પૂર્વોત્તર રાજ્યનો રહેવાસી છે
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાઈક ટેક્સી ડ્રાઈવર એગ્રીગેટર રેપિડોની સાથે કામ કરી રહ્યો છે. તે પૂર્વોત્તર રાજ્યનો રહેવાસી છે. 5 માર્ચની આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે 7 માર્ચે ફરિયાદ નોંધી છે.

પોલીસે કહ્યું- આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વીડિયો બેંગલુરુમાં ઈન્દિરા નગર મેટ્રો સ્ટેશન નજીક શૂટ કરવામાં આવ્યો છે. આ મામલે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

1 thought on “બેંગલુરુમાં બાઈક ટેક્સી ડ્રાઈવરનું હેલ્મેટ તોડ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News