ગુજરાત સરકારના દાવા પોકળ નીકળ્યા, 3 વર્ષમાં એટલા કોમી છમકલા થયા કે ગુજરાતની છબી બગડી

Contact News Publisher

ભાજપના રાજમાં કોમી તોફાનો ભૂતકાળ બન્યા છે તેવા ગુજરાત સરકારના દાવા છે. પરંતુ સરકારના આ દાવા પોકળ સાબિત થયા છે. ભાજપના નેતાઓ ભલે ગમે તેટલુ કહે કે ગુજરાતમાં એક સમયે હવે તોફાનો થતા હતા, પરંતુ આંકડા બતાવે છે કે ગુજરાતમાં હજી પણ કોમી રમખાણો થતા રહે છે. છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતમા 80 થી વધુ કોમી રમખાણો અને છમકલા થયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો, જેમાં દર્શાવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ કોમી રમખાણ અને કોમી છમકલા નોંધાયા છે.

આમ, ત્રણ વર્ષમાં રાજ્યમાં સાંપ્રદાયિક હિંસાની કુલ 84 ઘટનાઓ બની છે. ભાજપ સરકાર ભલે શાંત ગુજરાતના દાવા કરે, પરંતું આજે ય દર વર્ષે સરેરાશ 20 કોમી તોફાનો થતા રહે છે. હાલમાં જ વડોદરામા રામનવમી પર શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. જેના બાદ વડોદરાની શાંતિ ડહોળાઈ હતી. આંકડા બતાવે છે કે, ગુજરાતમાં કોમી રમખાણોની સ્થિતિ યથાવત છે. લોકોમાં હજી પણ નફરતની આગ ભભૂકી રહી છે.