ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, રાજ્યના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળ

Contact News Publisher

રાજ્યના ફરી ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ મુશ્કેલીભર્યા રહી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી ત્રણ દિવસ મધ્યમથી હળવા વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5,6 અને 7 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકી શકે છે.

ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ અને જામનગરમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ માવઠું પડી શકે છે. જ્યારે ભરૂચ, નર્મદા અને તાપી સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે.