કચ્છ બોર્ડર રેન્જ : રાજસ્થાનનો દારૂ પાટણમાં પકડ્યો

Contact News Publisher

કચ્છ બોર્ડર રેન્જ ની આર.આર.સેલે પાટણથી ચાણસ્મા રોડ પદ્મનાથ ચોકડી પાસે ટાટા સુમો જીજે ૧૬ વાય ૯૫૨૩ માં દારૂ લઈ જતા સલીમખાન ભુરેખાન મલિક રહે. વડાવલી મસ્જીદ પાસે તાલુકો ચાણસ્મા ને પકડી પાડ્યો છે , સલીમખાન ને દારૂ આપનાર રણજિત રહે. બદગામ રાજસ્થાન અને આજી ઉર્ફે બકરી રહે. ચંદરોડા તાલુકો બેચરાજી તથા રમેશ હમીરજી ઠાકોર રહે.વડાવલી તાલુકો ચાણસ્મા વિરુદ્ધ પાટણ બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
દારૂ પેટી 22 અને કુલ્લ 506 નંગ બોટલ કિંમત 123500, મોબાઈલ 1500 , ગાડી 200000, 3550 રોકડ , એમ કુલ્લ 328550 નો મુદામાલ કબ્જે કરાયો છે.
આ કાર્યવાહીમાં કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી પટેલનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ , રબારી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News