ક્યારથી બદલી શકાશે 2,000ની નોટ, 30 સપ્ટેમ્બર પછી શું થશે ? જાણો તમને મૂંઝવતા સવાલોના જવાબ

Contact News Publisher

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મોડી સાંજે તે અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી. RBIએ કહ્યું કે, આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લેવામાં આવ્યો છે. આ જાહેરાત બાદથી દેશભરમાં હંગામાનું વાતાવરણ છે. લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. કેટલાકે તેને નોટબંધી ગણાવવાનું શરૂ કર્યું, જ્યારે કેટલાકે તેને ભ્રષ્ટાચાર સામે સરકારની બીજી મોટી કાર્યવાહી ગણાવી.
RBI એ સ્પષ્ટ કર્યું કે રૂ.2000ની નોટ માન્ય રહેશે અને દેશના લોકો તેને 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી બેન્કોમાં બદલી અથવા જમા કરાવી શકશે. અત્યારે દેશમાં કુલ 31 લાખ 33 હજાર કરોડ રૂપિયાની કરન્સી ચલણમાં છે, જેમાંથી 2000 રૂપિયાની નોટની કુલ ચલણ હાલમાં દેશમાં 3 લાખ 13 હજાર કરોડ રૂપિયાની ચલણમાં છે. RBIએ 2018થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. RBIના નવા આદેશ અનુસાર હવે ચલણમાં રહેલી 10 ટકા કરન્સીને બેંકમાંથી પાછી બદલવી પડશે અથવા આગામી ચાર મહિનામાં જમા કરાવવી પડશે.

 

તમને મૂંઝવતા સવાલોના જવાબ

સવાલ નં-1: તમારી પાસે 2000ની નોટ છે તો શું નકામી થઈ ગઈ ?
જવાબ: ના, RBIએ તમને સુવિધા આપી છે અને કહ્યું છે કે, 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ જમા કરો અને તેના માટે નોટ બદલી લો.
સવાલ નં-2: શું સામાન લેવા જતી વખતે 2000 રૂપિયાની નોટ કામ નહીં કરે?
જવાબઃ RBIએ કહ્યું છે કે 2000ની નોટ ચલણમાં રહેશે. લોકો તેમના વ્યવહારો માટે ₹2000 ની નોટોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે અને તેને ચુકવણી તરીકે સ્વીકારી પણ શકે છે. પરંતુ એવી પૂરેપૂરી શક્યતા છે કે લોકો હવે તમારી પાસેથી આ નોટો બજારમાં લેતા શરમાશે. એટલા માટે બેંકમાં ગયા પછી જ નોટ બદલવાનો પ્રયાસ કરો.
સવાલ નં-3: શું બેંકમાં રૂ. 2000ની કોઈપણ નંબરની નોટ લઈ અને બદલી શકાય છે?
જવાબ: ના, RBIએ કહ્યું છે કે એક સમયે બેંકમાંથી 20,000 રૂપિયા સુધીની માત્ર 2000ની નોટો જ બદલી શકાશે. એટલે કે 2000ની દસ નોટ એક જ વારમાં બદલી શકાશે.
સવાલ નં-4: શું મારે નોટો બદલવા માટે બેંકની શાખામાં જવું પડશે જ્યાં મારું ખાતું છે?
જવાબ: ના, તમે કોઈપણ બેંક શાખામાં જઈને તમારી 2000ની નોટ બદલી શકો છો. બિન-ખાતા ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે ₹20,000/-ની મર્યાદા સુધી ₹2000ની નોટો પણ બદલી શકે છે. જો કોઈ વ્યક્તિ બેંક નોટ બદલવાની ના પાડે છે, તો તમે પહેલા સંબંધિત શાખાના બેંક મેનેજરને ફરિયાદ કરી શકો છો.
સવાલ નં-5: શું બેંકમાંથી 2000ની નોટ બદલવા માટે કોઈ ચાર્જ લાગશે?
જવાબ: ના, આ બધું મફતમાં કરવામાં આવશે, બેંક તમારી પાસેથી કોઈ ચાર્જ લેશે નહીં.
સવાલ નં-6: શું 10ની નોટ એક દિવસમાં કે એક અઠવાડિયામાં બદલી શકાય છે?
જવાબઃ RBI દ્વારા તેને અત્યાર સુધી ક્લીયર કરવામાં આવ્યું નથી. આ અંગે હજુ સ્પષ્ટ જવાબ આવવાનો બાકી છે.
સવાલ નં-7: નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. આ પછી શું થશે?
જવાબ: સમયમર્યાદા પૂરી થયા પછી RBI દ્વારા આ બદલી શકાય છે. 30 સપ્ટેમ્બર પછી, 2000 રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં.
સવાલ નં-8: 30મી સપ્ટેમ્બર પછી રૂ. 2000 કાનૂની ચલણ તરીકે માન્ય બંધ થઈ જશે?
જવાબઃ 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. જોકે સમયમર્યાદા પછી 2000 રૂપિયાની નોટો સાથે કોઈ વ્યવહારની મંજૂરી આપવામાં આવશે નહીં.
સવાલ નં-9: એક સમયે 10 નોટો બદલી શકાય છે, પરંતુ શું જમા કરાવવાની કોઈ મર્યાદા છે?
જવાબ: ના, જો તમે 2000ની નોટ લો અને તેને તમારા ખાતામાં જમા કરો તો તેની કોઈ મર્યાદા નથી. RBIના નિયમો અનુસાર પહેલાની જેમ જ નોટો જમા કરાવી શકાય છે.
સવાલ નં-10: શું ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં બેંકિંગ સુવિધા ઓછી છે ત્યાં બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ દ્વારા નોટો બદલી શકાય છે?
જવાબ: હા, પણ ત્યાં કોઈ ખાતાધારક માત્ર ચાર હજાર રૂપિયા એટલે કે રોજની બે હજારની નોટો બિઝનેસ કોરસપોન્ડન્ટ દ્વારા બદલી શકે છે.

6 thoughts on “ક્યારથી બદલી શકાશે 2,000ની નોટ, 30 સપ્ટેમ્બર પછી શું થશે ? જાણો તમને મૂંઝવતા સવાલોના જવાબ

  1. Pingback: casino game

Comments are closed.