નખત્રાણા પાસે આવેલ એક કોમ્પ્લેક્ષમાં પરિણીતા પર થયો સામૂહિક દુષ્કર્મ..

Contact News Publisher

પ્રાપ્ત વિગતો અનુસાર મોટી વિરાણી ખાતે રહેતી 40 વર્ષીય પરિણીતા પર વંગ તા. નખત્રાણા ખાતે રહેતો મોહન ઉમરા આહીર નામનો શખ્સ અને તેની સાથે ના તેના ચાર સાગરીતો એ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. પરિણીતા ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 10મી ઓક્ટોબરની રાત્રે પોણા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન તેની સાથે મોહન આહીર અને તેના સાગરિતોએ દુષ્કર્મ આચર્યું હતું. મોહને પીડિતાને તેની સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ઘરે મુકી આવવાનું તેમજ માતાના મઢમાં જવાનું જણાવી પરિણીતાને પોતાની કારમાં બેસાડી એસ્સાર પેટ્રોલ પંપ સામે આવેલા કોમ્પ્લેક્સની એક ઑફિસમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ તેણે તેના ચાર સાગરિતોને ફોન કરી બોલાવ્યાં હતા. આ સાગરિતો એક મોટર સાયકલ પર આવ્યા હતા અને તેમણે ઑફિસનું શટર બંધ કરી પીડિતાને ગોંધી દઈ તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે 3 દિવસ બાદ મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *