ભુજના ભક્તિનગર માંથી ૭.૧૬ લાખના દાગીનાની ચોરી..

Contact News Publisher

પોલીસ ચોપડે થી મળતી માહિતી અનુસાર અને ફરિયાદી રવજી સોમાભાઈ રબારી ના જણાવ્યા અનુસાર ભુજ માંથી કોઈ અજાણ્યા ઇસમો તા. ૧૨-૧૦-૨૦૧૮ ના રોજ બપોર ના ૧૨.૩૦ થી ૩.૦૦ વાગ્યા ના અરસામાં સોનાનો મોટો હાર-ચાર તોલા, સોનાનો નાનો હાર-બે તોલા, કાનમાં પહેરવાના નાગલા-૧જોડી, સોનાની શેર બૂટિયા-૧ જોડ, સોનાના માદરિયા-નંગ ૩ અને છ તોલા , સોનાની હાથમાં પહેરવાની પોંચી-૧.૫ તોલા, સોનાની ચેન નંગ-૨ અને ૩.૫ તોલા, સોનાની વીંટી નંગ-૩ અને એક તોલા, સોનાની કોલી નંગ-૪ અને હુમ નંગ-૩ અને ૧ તોલા, ચાંદીના પાટા પગમાં પહેરવાના ૨ જોડી- ૫૦૦ ગ્રામ, ચાંદીના કંડલા જોડી ૨- કિલો ૧ અને ચાંદીનો કરજોડો નંગ-૧ મળી ને કુલ રૂ. ૭,૧૬,૦૦૦ ની દાગીના ની ચોરી થયેલ છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.. અહેવાલ -કિરણ ગોરી

1 thought on “ભુજના ભક્તિનગર માંથી ૭.૧૬ લાખના દાગીનાની ચોરી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *