ચંદ્રયાન 3 ને બસ હવે ઈતિહાસ રચવાને ગણતરીના કલાકો બાકી

Contact News Publisher

ભારત ચંદ્ર પર ઉતરવા અને મિશન મૂન પર વિજય મેળવવા માટે તૈયાર છે. રશિયાનું લુના-25 લેન્ડિંગ પહેલા જ મુશ્કેલીમાં મુકાયું હતુ.ત્યારે  લુના 25 ચંદ્રની સપાટી સાથે અથડાયા બાદ સંપર્ક ગુમાવી બેઠું હતું. ભારતનું ચંદ્ર યાન 3 ઉતરાણના છેલ્લા તબક્કામાં છે અને તે ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે ચંદ્રયાન 3 ચંદ્ર પર ઉતરશે. આ સાથે મિશન મૂનમાં લેન્ડિંગથી લઈને ઈકોનોમી સુધીનો ઈતિહાસ ભારત જ રચશે.ઇસરોએ ચંદ્રયાન-3 એ જ બજેટમાં બનાવ્યું છે જે રીતે આજકાલ બોલિવૂડ ફિલ્મો બને છે. જો આ મિશન સફળ થશે તો ભારત ચંદ્રની સપાટી પર ઉતરનાર ચોથો દેશ બની જશે.

ચંદ્રયાન-3 મિશનનો કુલ ખર્ચ કેટલો છે ? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચંદ્રયાન-3ની તૈયારીમાં લગભગ 615 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 3નું બજેટ લગભગ 615 કરોડ છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી ઓછું છે. આપણા દેશમાં આદિપુરુષ ફિલ્મનું બજેટ આના કરતાં વધુ હતું. જ્યાં આદિપુરુષ 700 કરોડમાં બન્યું હતું ત્યાં ચંદ્રયાન 615 કરોડમાં પૂર્ણ થયું છે. આ દૃષ્ટિકોણથી, ઇસરોએ આ ચંદ્રયાન-3 બનાવ્યું છે જે ખૂબ જ મર્યાદિત બજેટમાં દેશને ગૌરવ અપાવે છે.