ISROએ ચંદ્રયાન-3 મિશન પર નવો Video શેર કર્યો

Contact News Publisher

મિશનને લઈને આખી દુનિયા નજર રાખીને બેઠી છે. આ દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ એક નવો વીડિયો પોસ્ટ કરીને મિશન વિશે ઉત્સુકતા વધારી છે. એજન્સીએ કહ્યું કે મિશન સમયસર છે. તેમજ  ઈસરોએ જણાવ્યું  કે સિસ્ટમની નિયમિત તપાસ પણ કરવામાં આવી રહી છે. જો તમે પણ ચંદ્રયાન 3 સંબંધિત તમામ માહિતી લાઈવ જોવા ઈચ્છો છો, તો તમે દરેક ક્ષણની અપડેટ સરળતાથી મળી જશે. જો તમે ભારતની આ ઐતિહાસિક જીતને લાઈવ જોવા માંગો છો, તો તમે OTT પ્લેટફોર્મ Hotstar પર લાઈવ જોઈ શકો છો. તમને ચંદ્રયાન 3 નો ઈતિહાસ અને લાઈવ અપડેટ્સ જોવા મળશે.