અબડાસા તાલુકામાં બોગસ ડોકટરો ઝડપાયા

Contact News Publisher

મળતી માહિતી મુજબ તા. ૧૬-૨-૧૮નાં રોજ અબડાસા તાલુકામાં પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને માહિતી મળી કે જખૌ બંદર પાસે મેઈન બજારમાં ૨ સખ્સો માન્ય ડીગ્રી વગર દવાખાનું ચલાવે છે અને દવાઓનો જથ્થો પણ રાખે છે. માહિતી મળતા પોલીસ તથા તાલુકા હેલ્થ અધિકારી સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી, તપાસમાં બંને જગ્યાએ કોઈ બન્યા ડીગ્રીઓ ન હોવાથી (૧) ભારત જેઠાભાઈ ચારણીયા(રહે. મૂળ. ધામરેજ, તા. સુત્રાપાડા) અને (૨) ઇકબાલ દાદાભાઈ ગોહેલ(રહે. મૂળ પ્રભાસ પાટણ, તા. વેરાવળ) બંને સખ્સો અને મળી આવેલી દવાઓના કબજે કરી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – કિરણ ગોરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *