ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતીકાલે ભરશે ફોર્મ..

Contact News Publisher

ગુજરાત વિધાનસભાનું અઘ્યક્ષ પદ વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને આપવાની જાહેરાત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીત વાઘાણીએ કરી હતી. જેને પગલે વડોદરાના ભાજપી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલે તેઓ વિધાનસભાના 18મા અધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે.વિધાનસભાના ઈલેક્શન બાદ ભાજપે મંત્રીમંડળની જાહેરાત કરી હતી. જેમાં વડોદરાના કોઈ ધારાસભ્યો ન હોવાથી ભારે નારાજગી જોવા મળી હતી. વડોદરાના રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ નારાજગી દાખવી હતી. તેથી નારાજ ધારાસભ્યને મનાવવા માટે ભાજપે તેમને વિધાનસભાનું અધ્યક્ષ પદ આપવાની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક નિવેદનમાં કહ્યું કે, આવતીકાલે રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા અધ્યક્ષ માટે ફોર્મ ભરશે. તેઓ ગુજરાતની 14મી વિધાનસભાનાં 18માં અધ્યક્ષ માટે ફોર્મ ભરશે.
રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાનાં રાવપુરાથી ભાજપનાં ધારાસભ્ય છે. તેમજ વ્યવસાયે તેઓ વકીલ છે.

1 thought on “ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતીકાલે ભરશે ફોર્મ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *