જૂનો ફોન વેચતા પહેલા ખાસ ધ્યાન રાખજો, યુવતી સાથે બની વિચિત્ર ઘટના

Contact News Publisher

અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના અને મિત્રો સાથેના ફોટો-વીડિયો કોઇ શખ્સે કોમ્પ્યુટર હેક કરીને મેળવી લઇ બ્લેકમેલ કરતો હોવાની અરજી કરી હતી.  પોલીસે તપાસ કરતા ઇસમે  કોમ્પ્યુટર હેક કરીને નહીં પણ યુવતીના મિત્રએ જે જૂનો ફોન વેચ્યો હતો તે ફોન ખરીદનારે આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાની ઓળખ હેકર તરીકેની આપી યુવતી સ્કૂલમાં ભણતી હતી ત્યારના ફોટો-વીડિયો તેની પાસે હોવાનું કહી બ્લેકમેલ કરતો હતો. જેથી આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exclusive News