ખાનગીમાં પોર્ન જોતા લોકો માટે સમાચાર, પોર્ન જોવું કાયદેસર કે ગેરકાયદેસર? કાયદો શું કહે છે

Contact News Publisher

સ્માર્ટફોન અને ઈન્ટરનેટના જમાનામાં પોર્ન જોવું અતિ સામાન્ય બની રહ્યું છે. એક સર્વે અનુસાર મોબાઈલ રાખનારા લગભગ 90 ટકા લોકોએ કોઈને કોઈ પ્રસંગે કે તબક્કે મોબાઈલમાં પોર્ન જોયું જ હોય છે. રિસર્ચ અનુસાર, હાલના સમયમાં હવે બાળકો અને કિશોરો પણ મોબાઈલમાં પોર્ન જોઈ રહ્યાં છે પરંતુ હવે ખરો સવાલ એ ઉઠે છે કે શું ભારતમાં પોર્ન જોવું કાયદેસર છે કે ગેરકાયદેસર. ભારતીય બંધારણની કલમ 21 ભારતીય નાગરિકોને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર આપે છે. 2015માં ભારતની સુપ્રીમ કોર્ટે ખાનગી રૂમમાં પોર્ન જોવાના કેસમાં મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે બંધારણ હેઠળ આપવામાં આવેલા વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવી શકે છે. તેથી, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય, તે કોઈ પણ સત્તાધિકારી દ્વારા છીનવી શકાતું નથી. તેથી જ્યાં સુધી તમે તમારી ખાનગી જગ્યાઓ પર પોર્ન ફિલ્મો જોઈ રહ્યા છો ત્યાં સુધી તે સંપૂર્ણપણે કાનૂની છે. જો કે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અથવા બળાત્કાર અથવા મહિલાઓ સામેની હિંસાને દર્શાવતી અશ્લીલ સામગ્રી જોવી અથવા તેનો સંગ્રહ કરવો એ ગુનો છે, પછી ભલે તે ખાનગી જગ્યામાં જોવામાં આવી રહી હોય.