ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ C-295 એરક્રાફ્ટ વાયુસેનામાં સામેલ થઈ ગયું

Contact News Publisher

C-295 Aircraft: ભારતીય વાયુસેનાની તાકાત બમણી થઈ ગઈ છે. પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે જોડાયું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગાઝિયાબાદના હિંડન એરબેઝ ખાતે એક સમારોહમાં વાયુસેનાને C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સોંપ્યું હતું. આ સાથે રાજનાથ સિંહે આજે ભારત ડ્રોન શક્તિ 2023નું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ સ્વદેશી ડ્રોન 2 દિવસ સુધી તેમના સ્ટંટનું પ્રદર્શન કરશે.C-295 એરક્રાફ્ટના સામેલ થવાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. C-295 એરક્રાફ્ટની ઝડપ 482 કિમી પ્રતિ કલાક છે. C-295 એરક્રાફ્ટ 13 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવા માટે સક્ષમ છે. ભારતને 21 હજાર 935 કરોડ રૂપિયામાં 56 સી-295 એરક્રાફ્ટ મળ્યા છે.