CTETના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ctet.nic.in પર પરિણામ જાહેર

Contact News Publisher

CBSEએ  CTETનું રિઝલ્ટ જાહેર કરી દીધુ છે. વિદ્યાર્થીઓ ctet.nic.in પર જઈને પરિણામ ચેક કરી શકે છે. 29 લાખ વિદ્યાર્થીઓએ CTETમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષામા તેના 80 ટકા વિદ્યાર્થીઓ એટલે કે પેપર 1માં 15 લાખ અને પેપર 2માં 14 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે. 16 સપ્ટેમ્બરના રોજ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. CTET ઓગસ્ટ 2023 ની માર્કશીટ અને ઉમેદવારોની યોગ્યતા પ્રમાણપત્ર પણ જલ્દી ડિઝિલોકર પર અપલોડ કરી દેવામાં આવશે. ઉમેદવારો CTET 2023 ના પોતાના ઓનલાઈન અરજીપત્રમાં તેમના આપવામાં આવેલા મોબાઈલ નંબર દ્વારા ડાઉનલોડ કરી શકશે. CTCTનું સર્ટિફિકેટ હવે લાઈફ ટાઈમ માન્ય રહેશે.

  1. CTET ની અધિકૃત વેબસાઈટ ctet.nic.in પર જઈ ક્લિક કરો.
  2. હોમપેજ પર રહેલ CTET ઓગસ્ટ રિઝલ્ટ 2023 પર જઈ ક્લિક કરો
  3. પછી CTET પરિણામ ડાઉનલોડ કરવા માટે તમારો રોલ નંબર નાખો
  4. CTETનું પરિણામ સ્ક્રીન પર આવી જશે.
  5. રિઝલ્ટ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ લઈ લો.