પૂર્વ કચ્છમાં ફરી અનુભવાયા ભૂકંપના આચકા..

Contact News Publisher

કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આચકાઓ અનુભવાતા હોય છે ત્યારે ગત રાત્રે ફરી પાછો રાપર, દુધઈ અને કંડલા નજીક ભૂકંપના આચકાઓ નોંધાયા હતા. ગાંધીનગરના ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચ સેન્ટરમાંથી મળેલી માહિતી અનુસાર ગત રાત્રે ૧૨.૦૩ મિનિટે રાપર થી ૧૮ કિમી દુર વેસ્ટ સાઉથ દિશામાં નીલપર રોડ નજીક ૩ ની તીવ્રતાનો આચકો, ત્યારબાદ રાત્રે ૩.૪૦ કલાકે ૨ ની તીવ્રતાનો દુધઈ નજીક આચકો નોંધાયો હતો તેમજ વહેલી પરોઢે ૬.૨૪ કલાકે કંડલા નજીક ૩.૪ ની તીવ્રતાનો આચકો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *