વિજય રૂપાણી ફરી એક વાર ગુજરાતના મુખ્યમંત્રી, નીતીન પટેલ નાયબ મુખ્યમંત્રી

Contact News Publisher

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દો સૌથી વધારે ગૂંચવાયેલો હતો. જોકે, આજે કોબા ખાતેના ભાજપનાં પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપનાં ચૂંટાયેલા ધારાસભ્યોની મહત્ત્વની બેઠક મળી. જેમાં ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોને બનાવવા તેની લાંબી ચર્ચા વિચારણા કરાયા બાદ વિજય રૂપાણી ફરી એક વાર મુખ્યમંત્રી અને નીતીન પટેલ નાયાબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપનાં દિલ્હીથી બે કેન્દ્રીય ઓબ્ઝર્વરો નાણામંત્રી અરૃણ જેટલી અને સરોજ પાન્ડે પણ આ બેઠકમાં ખાસ હાજરી આપી. સોમવારે વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું. જેમાં ભાજપને ૯૯ બેઠકો મળતાં તેમનો સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. આમ તો ચૂંટણી સમયે જ ભાજપનાં મોવડીમંડળ દ્વારા જાહેર કરાયું હતું કે સમગ્ર ચૂંટણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વડપણ હેઠળ લડાશે. તેમજ ચૂંટણી બાદ પણ નવી સરકારમાં આ નેતાઓની જવાબદારીમાં ફેરફાર કરાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *