અમદાવાદમાં ખાનગી બસોના પ્રવેશ પર રોક: ટ્રાવેલ્સ એજન્સીઓને ગુજરાત HC તરફથી ઝટકો

Contact News Publisher

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી બસોને સવારે 8 થી રાત્રીનાં 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશબંધી ફરમાવી હતી. અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અને ધંધા-રોજગારનાં અધિકારનો ઉલ્લેખ કરી જાહેરનામું રદ્દ કરવાની માંગ કરી હતી. ત્યારે આ બાબતે હાઈકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું નોંધ્યું હતું. અને અમદાવાદ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાને હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું.

Exclusive News