હું ખુલ્લેઆમ કહું છું કે દિનેશ બુટલેગર છે અને પોલીસ મળેલી છે: BJPના સાંસદ વસાવાએ ફરી આપ્યું મોટું નિવેદન

Contact News Publisher

અત્યાર સુધી વિપક્ષના નેતાઓ દ્વારા રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેપલાને લઈને આક્ષેપો કરવામાં આવતા હતા, પરંતુ હવે ખુદ શાસકપક્ષના સાંસદ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દારૂને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. તેઓએ જાહેરમાં કહ્યું છે કે દારૂથી આદિવાસી સમાજની બરબાદી થવાની છે, સમાજ સુધરવો જોઈએ અને વ્યસન મુક્ત થવો જોઈએ.