નવેમ્બર શરૂ થતાં જ તમારા ખિસ્સાં પર સીધી અસર થાય તેવા 5 બદલાવ થયા: ગેસના બાટલા થયા મોંઘા તો GSTમાં બદલાયો નિયમ

Contact News Publisher

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફાર (Rules Change From 1st November) લઈને આવ્યો છે. પહેલા દિવસે જ્યાં LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાના કારણે મોટો ઝટકો લાગ્યો છે ત્યાં જ GST નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી થયેલો આ ફેરફાર સીધો તમારા ખિસ્સા પર અસર કરશે. આવો આવા જ 5 મોટા ફેરફાર પર નજર કરીએ.

દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી કિંમતોમાં ફેરફાર કરે છે. ફેસ્ટિવ સીઝનમાં ગઈ 30 ઓગસ્ટે 14 કિગ્રા વાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી.

આ મહિનાની પહેલી તારીખ એટલે કે 1 નવેમ્બર 2023થી ફરી મોટો ઝટકો લાગ્યો છે. અને 19 કિગ્રા વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 103 રૂપિયા સુધીનો વધારે કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ગેસની કિંમતોમાં આ વધારો કોમર્શિયલ યુઝર્સના ખિસ્સા પર ભારે પડશે.

આજથી 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG Cylinder રાજધાની દિલ્હીમાં 1,833 રૂપિયામાં મળશે. જે પહેલા 1731 રૂપિયામાં મળતા હતા. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત વધીને 1785.50 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 1684 રૂપિયા હતી. ત્યાં જ કલકત્તામાં 1839.50 રૂપિયાની જગ્યા પર હવે 1943 રૂપિયા પર વેચાશે. ત્યાં જ ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા 1898 રૂપિયા હતી.